રાજકોટમાં ધોરણ 12ની વિદ્યાર્થીનીએ ગટગટાવ્યુ એસિડ, પિતાએ સ્કૂલે મોબાઈલ લઈ જવાની ના પાડી તો ઉઠાવ્યુ મોટુ પગલુ

ગુજરાતમાંથી અવાર નવાર આપઘાતના ઘણા મામલાઓ સામે આવે છે. જેમાં કેટલીકવાર પ્રેમ સંબંધ તો કેટલીકવાર માનસિક કે શારીરિક તણાવ કારણ હોય છે. ઘણીવાર પરણિત વ્યક્તિઓ ઘરકંકાસને કારણે પણ આપઘાત કરી લેતા હોય છે. ત્યારે છેલ્લા ઘણા સમયમાં વિદ્યાર્થીઓના આપઘાતના ઘણા મામલા સામે આવ્યા છે. કેટલાક વિદ્યાર્થીઓ પરીક્ષાને કારણે તો કેટલાક સગીર છોકરાઓ માતા-પિતાના કોઇ વાતે કંઇક કહી દેવાને કારણે આપઘાત કરી લેતા હોય છે.

આજકાલ મોબાઈલે વિદ્યાર્થીઓને એવું ઘેલું લગાડ્યું છે કે વાલીઓ માટે આ વાત ચિંતાજનક બની ગઇ છે. ત્યારે હાલમાં રાજકોટના ઠેબાચડા ગામમાંથી માતા-પિતા માટે એક ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. ઠેબચડા ગામે રહેતી ધોરણ 12માં અભ્યાસ કરતી અંકિતાને પિતાએ સ્કૂલે મોબાઈલ લઈ જવાની ના પાડતા માંઠું લાગી ગયુ હતુ અને તેને કારણે જ તેણે ઘરે એસિડ પી આપઘાત કરી લીધો હતો.

પ્રતિકાત્મક તસવીર

આ ઘટનાને લઇને પરિવારમાં પણ અરેરાટી મચી ગઇ હતી. ઘટનાની જાણ થતા જ આજી ડેમ પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યુ છે કે મૃતક એક દિવસ પહેલા મોબાઈલ લઇને સ્કૂલે ગઇ હતી અને આ વાતની જાણ શિક્ષકે તેના પિતાને કરતા તેમણે અંકિતાને ઠપકો આપ્યો હતો.

પ્રતિકાત્મક તસવીર

18 વર્ષિય અંકિતા સોમદેવભાઈ વાછાણીએ આજે સવારે એસિડ ગટગટાવી આપઘાત કરી લીધો હતો. માતાએ જયારે દીકરીને બેશુદ્ધ હાલતમાં જોઇ તો તેને સારવાર અર્થે રાજકોટ સિવિલ ખસેડવામાં આવી પણ ફરજ પરના ડોક્ટરે અંકિતાને મૃત જાહેર કરી હતી. મૃતક અંકિતા એક ભાઈ અને એક બહેનમાં મોટી હતી.

Shah Jina