ફિલ્મી દુનિયા

સુશાંત સિંહ રાજપૂતને લઈને અંકિત લોખંડેએ તોડ્યું મૌન, કહ્યું: “તે ડિપ્રેસ ના થઇ શકે, તે એવો માણસ હતો….પણ”

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાને લઈને રહસ્યો ઘૂંટાઈ રહ્યા છે, ઘણી એવી બાબતો પણ સામે આવી છે જે કલ્પના બહારની હતી. હવે તેની આત્મહત્યાને લઈને તેની પૂર્વ પ્રેમિકા અંકિતા લોખંડેએ પણ પોતાનું મૌન તોડ્યું છે. સાથે જ તેને એમ પણ જણાવ્યું છે કે સુશાંત “ડિપ્રેસ” ના થઇ શકે.  અંકિતાએ એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે “સુશાંત એવો માણસ નહોતો કે તે આત્મહત્યા કરે.”

Image Source

અંકિતા અને સુશાંત 6 વર્ષ સુધી રિલેશનમાં રહ્યા હતા. માટે સુશાંત વિશે તે ઘણી બાબતો જાણતી હતી.  તેને સુશાંત વિશે જણાવતા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે: “સુશાંત એવો માણસ નહોતો જે આત્મહત્યા કરે, હું તેને જેટલો ઓળખું છું તે એક ડિપ્રેસ માણસ પણ નહોતો. મેં જીવનમાં ક્યારેય સુશાંત જેવો માણસ નથી જોયો. તે પોતાના સપના જાતે લખતો હતો. તેની પાસે ડાયરી હતી. તેની પાસે 5 વર્ષના પ્લાન હતા. જેને તે પુરા કરવા માંગતો હતો. 5 વર્ષ પછી તેને સપનાને પુરા પણ કર્યા. જયારે ડિપ્રેશન જેવા શબ્દનો તેના માટે ઉપયોગ થાય છે ત્યારે તે દિલ તોડનારો હોય છે. તે ઉદાસ અને ગુસ્સે થઇ શકતો હતો. પરંતુ ડિપ્રેશન બહુ જ મોટો શબ્દ છે.”

Image Source

અંકિતાએ આગળ જણાવતા કહ્યું કે: “જે સુશાંતને હું ઓળખું છું, તે એક નાના શહેરથી આવ્યો હતો, તેને પોતાના દમ ઉપર અહીંયા સ્થાપિત કર્યો હતો. તેને મને અભિનયની સાથે બીજી પણ ઘણી વસ્તુઓ શીખવી. કોઈને પણ ખબર છે કે સુશાંત કોણ છે અને શું છે? દરેક વ્યક્તિ તેના વિશે લખે છે કે તે ડિપ્રેસ હતો. આ બધું વાંચીને દુઃખ થાય છે.”

Image Source

અંકિતાએ આગળ જણાવતા કહ્યું હતું કે: “તે નાની નાની વસ્તુઓમાં ખુશી શોધી લેતો હતો. હું ખેતી કરવા માંગુ છું, એમ તેને મને કહ્યું હતું. તેને એમ પણ કહ્યું હતું કે જો કઈ નહિ થયું તો હું મારી શોર્ટ ફિલ્મ બનાવી લઈશ. મને નહોતી ખબર કે સ્થિતિ શું હતી. પરંતુ હું ફરીવાર એમ કહીશ કે તે ડિપ્રેસ નહોતો. હું લોકોના દિમાગમાં તેને એક ડિપ્રેશ વ્યક્તિ બનેલો નથી રહેવા દેવા માંગતી. તે હીરો હતો અને એક પ્રેરણા હતો.”

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.