એકતા કપૂરની સીરીયલ ‘યે હૈ મોહબ્બતે’ના રમણ ભલ્લા એટલે કે કરણ પટેલના જીવનમાં એક નવી ખુશીની આગમન થયું છે. કરણ પટેલ અને તેની પત્ની અંકિત ભાર્ગવે માતા-પિતા બની ગયા છે.
View this post on Instagram
કરન પટેલની પત્ની અંકિતા ભાર્ગવે દીકરીને જન્મ આપ્યો છે. એક મીડિયા રિપોર્ટમાં આ વાતનો ખુલાસો કર્યો છે. અંકિતા અને કરણનું આ પહેલું બાળક છે. હાલ તો અંકિતા અને તેના દીકરી સ્વસ્થ છે. અંકિતા અને કરણે આ બાબતે હજુ સસુધી કંઈ કહ્યું નથી.
View this post on Instagram
અંકિતા અને કરણએ 3 મે 2015ના રોજ લગ્ન કર્યા હતા. કરણે હાલમાં જ ખુલાસો કર્યો હતો કે તેની પત્ની માતા બનવાની છે.
અંકિતા અને કરણ પટેલ તેના આવનારા નવા મહેમાનને લઈને ઘણા ઉત્સાહિત હતા. થોડા સમય પહેલા ખબર આવી હતી કે, ડિસેમ્બર મહિનામાં તે માતા-પિતા બનશે.
View this post on Instagram
કરણ પટેલના કામની વાત કરવામાં આવે તો તેનો આ શો ‘એ હૈ મોહબ્બતેં’ જલ્દી જ બંધ થઇ જશે. આ શોને શરૂઆતના સમયથી દર્શકો તરફથી પ્રેમ મળ્યો હતો. આ શોની બીજી સીઝન જલ્દી જ શરૂ થશે. આ સિરિયલનું નામ છે ‘યે હૈ ચાહતે’. આ સિરિયલનો પ્રોમો પણ આવી ચુક્યો છે.
View this post on Instagram
આ શો બંધ થવાને કારણે કરણ ઘણો ઉદાસ છે. આ બાબતે કરણે એક સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી. કરણે દિવ્યાંકા સાથની તસ્વીર શેર કરીને લખ્યું હતું કે, દરેક સારી વસ્તુ એકના એક દિવસ તો બંધ થઇ જ જાય છે. હવે શો ‘યે હૈ મોહબ્બતે’ને બાય કહેવાનો સમય આવી ગયો છે.
View this post on Instagram
મારી માટે આ એક શો ના હતો પરંતુ મારુ ઘર હતું, જ્યાં મારો પરિવાર અને મિત્રો હતા. આ 6 વર્ષના કનેક્શનને શબ્દમાં વર્ણવી શકાય તેમ નથી.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.