ચકચારી અંકિતા ભંડારી હત્યાકાંડ : પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં થયો એવો ચોંકાવનારો ખુલાસો કે તમને પણ ધ્રાસકો પડી જશે

હાલમાં જો સમગ્ર દેશમાં જો કોઇ કેસ ચર્ચમાં હોય તો તે છે અંકિતા ભંડારી હત્યાકાંડ. અંકિતા ભંડારીના પ્રાથમિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ઘણા ચોંકાવનારા ખુલાસા થયા છે. રિપોર્ટ અનુસાર અંકિતાના શરીર પર ઈજાના નિશાન જોવા મળ્યા છે. પરંતુ, પીએમ રિપોર્ટમાં મોતનું કારણ પાણીમાં ડૂબવાથી થયુ હોવાનું સામે આવ્યું છે. એઈમ્સ ઋષિકેશના ચાર ડોક્ટરોની ટીમે પ્રાથમિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ પોલીસને સુપરત કર્યો હતો. સોમવાર સુધીમાં અંતિમ અહેવાલ સુપરત કરવામાં આવશે.

જાણવા મળે છે કે શનિવારે AIIMS ઋષિકેશના ચાર ડોક્ટરોની ટીમે અંકિતા ભંડારીનું પોસ્ટમોર્ટમ કર્યું હતું. જેમાં એઈમ્સના ડો.રવિ પ્રકાશ, ડો.આશિષ રમેશ, ડો.વિકાસ વૈભવ, ડો.યશપાલ સામેલ હતા. રિપોર્ટમાં એ વાત સામે આવી રહી છે કે અંકિતાના શરીર પર ઈજાના કેટલાક નિશાન જોવા મળ્યા છે. જોકે પ્રાથમિક રિપોર્ટમાં અંકિતાનું મોત પાણીમાં ડૂબી જવાથી થયું હોવાનું સામે આવ્યું છે. તેમનું કહેવું છે કે સોમવાર સુધીમાં છેલ્લો રિપોર્ટ પોલીસને સોંપવામાં આવશે. ત્યારબાદ જ સાચી માહિતી મળી શકશે.

મીડિયા રીપોર્ટ્સ અનુસાર, અંકિતા પર હુમલો કર્યા બાદ તેને કેનાલમાં ધકેલી દેવામાં આવી હશે. અંકિતાના માતા-પિતા અને ભાઈ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનોએ શ્રીનગરમાં બદ્રીનાથ હાઈવે બ્લોક કરી દીધો હતો. વિરોધીઓએ માંગ કરી હતી કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ સાર્વજનિક કરવામાં આવે. રવિવાર સવારથી જ લોકોમાં રોષ જોવા મળ્યો હતો. આ પહેલા અંકિતાના પિતાએ અંતિમ સંસ્કાર કરવાનો ઇનકાર કરતાં પોસ્ટમોર્ટમ રિપોર્ટની માંગ કરી હતી. મીડિયા અહેવાલો અનુસાર, જ્યારે અંકિતાની લાશને કેનાલમાંથી બહાર કાઢવામાં આવી

ત્યારે તેની એક આંખ પણ બહાર નીકળી ગઈ હતી. પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેનો ઉલ્લેખ નથી. સોમવારે AIIMS લક્ષ્મણઝુલા પોલીસ સ્ટેશનને અંકિતાના મૃતદેહના પોસ્ટમોર્ટમનો અંતિમ રિપોર્ટ મળશે. બરાત્કાર થયો છે કે નહીં તેની પુષ્ટિ અંતિમ રિપોર્ટમાં જ થશે. પોલીસ પણ અંતિમ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે. અંકિતાના પરિવારજનોએ મૃતદેહના અંતિમ સંસ્કાર કરવાનો ઈન્કાર કરી દીધો હતો અને ફરીથી પોસ્ટમોર્ટમ કરાવવાની માંગ કરી હતી.

તેમને શંકા છે કે અંકિતા સાથે પણ કોઈ ગેરરીતિ કરવામાં આવી છે. પરિવારે કહ્યું- ફરીથી પોસ્ટમોર્ટમ થવું જોઈએ અને આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવો જોઈએ. અંકિતાના પિતાએ સવાલ કર્યો હતો કે રિસોર્ટને કેમ તોડી પાડવામાં આવ્યું જ્યારે ત્યાંથી ઘણા પુરાવા મળી શકે છે.

Shah Jina