19 વર્ષની રિસેપ્શનિસ્ટ અંકિતા હત્યા કેસમાં મોટો ખુલાસો, અહિયાંથી લાશ મળી, બધા ચીસો પાડવા લાગ્યા

રિસોર્ટમાં રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરતી અંકિતા ભંડારી હત્યાકાંડ હાલ સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય છે. અંકિતાની તે માટે હત્યા કરી દેવામાં આવી કારણ કે તેણે મહેમાન સાથે સૂવાની ના પાડી હતી અને ખોટુ કામ કરવાની ના પાડવા બદલ તે પોતાના જીવથી હાથ ધોઇ બેસી. આ ઘટનાને રિસોર્ટના માલિકે બે કર્મચારીઓ સાથે અંજામ આપ્યો હતો. રિસોર્ટનો માલિક હરિદ્વારના બીજેપી નેતા વિનોદ આર્યનો પુત્ર છે. ચિલા કેનાલમાંથી અંકિતાનો મૃતદેહ મળી આવ્યો હતો. પરિજનોએ લાશની ઓળખ કરી હતી. મોડી રાત્રે રિસોર્ટને બુલડોઝર વડે તોડી પાડવામાં આવ્યું હતું.

આ ઘટના પર દુઃખ વ્યક્ત કરતા મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ SIT તપાસના આદેશ આપ્યા છે. મુખ્યમંત્રીના વિશેષ મુખ્ય સચિવ અભિનવ કુમાર અનુસાર, CMના આદેશ પર પુલકિત આર્યના ઋષિકેશના વનતારા રિસોર્ટમાં બુલડોઝર ચલાવવામાં આવ્યું. આનો વીડિયો પણ સામે આવ્યો હતો, જેમાં જોઇ શકાતુ હતુ કે રાતના સમયે રિસોર્ટ પર બુલડોઝર ચલાવવામાં આવ્યુ હતુ. ઉત્તરાખંડ પોલીસે ફેસબુક પર માહિતી આપી હતી કે અંકિતા ભંડારી કેસમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

સાથે જ મુખ્યમંત્રીના આદેશથી આરોપીઓની મિલકતો પર પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત લોકોને પોલીસને સાથ આપવા અપીલ પણ કરવામાં આવી છે જેથી આગળની કાર્યવાહી કરી શકાય.ઉલ્લેખનીય છે કે, જ્યારે આરોપીઓને લઇ જવામાં આવી રહ્યા હતા ત્યારે આ ઘટનાથી રોષે ભરાયેલા લોકોએ પોલીસની વાન રોકી આરોપીની ધોલાઇ કરી હતી. પોલીસે આ કેસમાં બીજેપી નેતાના પુત્ર પુલકિત આર્ય સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે.તમામને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.

અંકિતા જ્યાં કામ કરતી હતી તે રિસોર્ટનો ઓપરેટર પુલકિત આર્ય હતો. અંકિતાના ગુમ થયા બાદ રિસોર્ટ ઓપરેટર અને મેનેજર ફરાર થઈ ગયા હતા. જણાવી દઈએ કે શનિવારે સવારે પોલીસને અંકિતાનો મૃતદેહ મળ્યો.પોલીસને ચિલ્લા પાવર હાઉસ પાસે અંકિતાની લાશ મળી હતી. મૃતદેહને સંબંધીઓની હાજરીમાં AIIMS ઋષિકેશમાં મોકલવામાં આવ્યો. પૌરી ગઢવાલ જિલ્લાના યમકેશ્વર વિધાનસભા વિસ્તારના એક ખાનગી રિસોર્ટમાં રિસેપ્શનિસ્ટ અંકિતા ભંડારી 19 વર્ષની હતી.

ગુમ અંકિતાની પોલીસ અને એસડીઆરએફની ટીમે જિલ્લા પાવર હાઉસ નજીક શક્તિ કેનાલમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. અંકિતા ભંડારીને નહેરમાં ફેંકી દીધા બાદ આર્ય અને તેના મિત્રોએ પોલીસને ગેરમાર્ગે દોરવા અને પોતાનો ગુનો છુપાવવા માટે એક વાર્તા ઘડી કાઢી હતી અને રિસોર્ટમાંથી ગુમ થઈ હોવાનું કહીને ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.

Shah Jina