ખબર

શાહરુખ અને અંકિતાની સાથે ઉભા રહેલી તસવીર આવી સામે, પરિવારે કહી આ વાત, આવ્યો નવો વળાંક

શાહરુખ સાથે સેલ્ફી લેતી અંકિતાની તસવીર આવી સામે, આવ્યો નવો વળાંક

દુમકામાં થયેલી માસુમ 17 વર્ષની અંકિતાની મોતના પડઘા આજે આખા દેશમાં પડી રહ્યા છે. શાહરુખ નામના યુવકે એક તરફી પ્રેમમાં અંકિતાને પેટ્રોલ નાખીને જીવતી સળગાવી દેવાનો આરોપ તેના ઉપર લાગ્યો હતો, અંકિતાએ પણ સારવાર દરમિયાન હોસ્પિટલમાં ડેમ તોડી દીધો હતો, અંકિતાએ મોત પહેલા નિવેદન પણ આપ્યું હતું, ત્યારે હવે શાહરુખ અને અંકિતાની એક તસવીર પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

અંકિતાના મોત બાદ આ કેસમાં નવો વળાંક આવ્યો છે. સોશિયલ મીડિયા પર ‘જસ્ટિસ ફોર અંકિતા’ સતત ટ્રેન્ડ કરી રહી છે, ત્યારે હવે અંકિતાનો શાહરૂખ સાથેનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. વાયરલ તસવીરો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે અંકિતા અને શાહરૂખ સારા મિત્રો હતા. શાહરૂખ સાથે અંકિતાની ત્રણ તસવીરો છે, જેમાંથી બે તસવીરોમાં અંકિતા કારમાં શાહરૂખ સાથે સેલ્ફી લેતી જોવા મળી રહી છે. એક તસવીરમાં તે શાહરૂખ સાથે ડેમ પર ફોટો ક્લિક કરતી જોવા મળી રહી છે.

શાહરૂખ અને અંકિતાની તસવીરનું સત્ય શું છે, તે તો તપાસ બાદ જ ખબર પડશે, પરંતુ જ્યારે આ વાયરલ તસવીરો પર અંકિતાના પરિવારજનો સાથે વાત કરવામાં આવી ત્યારે અંકિતાના પરિવારના એક સભ્યએ કહ્યું કે ‘તસવીરમાં શાહરૂખ સાથે જે દેખાય છે તે અંકિતા જ છે. આજના સમયમાં એ પણ મોટી વાત નથી કે કોઈની તસવીર કોઈની સાથે જોડી ન શકાય. તેમણે કહ્યું કે આવી તસવીર ફોટોશોપથી પણ બનાવી શકાય છે.

અંકિતા અને શાહરૂખનો ફોટો સોશિયલ મીડિયા પર સામે આવતા જ લોકોએ હત્યાની સીબીઆઈ તપાસની માંગ કરી છે. લોકોનું કહેવું છે કે બંનેની તસવીરો પરથી લાગે છે કે આ હત્યામાં ઘણા રહસ્યો છુપાયેલા છે. સીબીઆઈ દ્વારા તેની તપાસ થવી જોઈએ. પાંચ દિવસ સુધી જીવન-મરણની લડાઈ લડ્યા બાદ અંકિતાનું મોત થયું છે. આ ઘટનાને લઈને ઝારખંડની સાથે દેશના ઘણા ભાગોમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે.