ભારતથી પાકિસ્તાન FB ફ્રેન્ડને મળવા ગયેલી અંજુ કેસમાં આવ્યો નવો ટ્વિસ્ટ…પિતાએ કર્યો દીકરીને લઇને ચોંકાવનારો ખુલાસો, બોલ્યા- સનકી છે

સાયકો છે અંજુ, ગેરંટી આપી શકું કે તેનું કોઇ અફેર નથી, પાકિસ્તાન ગયેલી ભારતીય મહિલાના પિતાનો દાવો

Anju Father says she is mentally disturbed : પોતાના મિત્રને મળવા પાકિસ્તાન ગયેલી અંજુના પિતાનું નિવેદન સામે આવ્યું છે. અંજુના પિતાએ તેના પાકિસ્તાન જવાના નિર્ણયને જવાબદાર ગણાવ્યો છે. આ સાથે અંજુના પિતાએ કહ્યું કે તેમની પુત્રીનું માનસિક સ્વાસ્થ્ય સારું નથી. તેમનું નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ મામલો પાકિસ્તાનથી ભારત આવેલr સીમા હૈદર અને સચિન જેવો છે. આજ તકના અહેવાલ મુજબ, અંજુના પિતા ગયા રામે જણાવ્યું કે તેમની પુત્રી ઉત્તર પ્રદેશના કૈલોરમાં મોટાભાગે તેના મામાના ઘરે રહેતી હતી. આવી સ્થિતિમાં અંજુ સાથે તેનો સંપર્ક ઓછો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર 21 જુલાઈના રોજ અંજુ તેના પાકિસ્તાની મિત્ર નસરુલ્લાને મળવા પાકિસ્તાન પહોંચી હતી.

પાકિસ્તાન ગયેલી અંજુના પિતાનો દાવો
એવું કહેવામાં આવ્યું હતું કે વર્ષ 2019માં અંજુ અને નસરુલ્લા બંને વચ્ચે મિત્રતા થઈ હતી. અંજુના લગ્ન રાજસ્થાનના ભીવાડીના રહેવાસી અરવિંદ સાથે થયા છે. આ જ અંજુનું કનેક્શન મધ્યપ્રદેશના ગ્વાલિયરથી પણ છે. તેના પિતા ગયા રામ ટેકનપુરના બૌના ગામના રહેવાસી છે. ઈન્ડિયા ટુડેના રિપોર્ટ અનુસાર, અંજુના પાકિસ્તાની મિત્ર નસરુલ્લાએ બંને વચ્ચે કોઈપણ પ્રકારના પ્રેમ સંબંધની વાતને નકારી કાઢી છે. નસરુલ્લાએ કહ્યું કે તેનો અને અંજુનો લગ્ન કરવાનો કોઈ ઇરાદો નથી. નસરુલ્લાના જણાવ્યા અનુસાર, અંજુ 20 ઓગસ્ટે ભારત પરત ફરશે. આ દિવસે અંજુના વિઝાની મુદત પૂરી થશે. તે ઘરની અન્ય મહિલાઓ સાથે તેના ઘરના બીજા રૂમમાં રહે છે.

જયપુર જવાની વાત કરીને ઘર છોડીને નીકળી
આજતક સાથે વાત કરતા અંજુએ જણાવ્યું કે તે તેના પતિ સાથે જયપુર જવાની વાત કરીને ઘર છોડીને નીકળી ગઈ હતી. અંજુએ વધુમાં જણાવ્યું કે તે પાકિસ્તાનની મુલાકાતે ગઈ છે. તેના કહેવા મુજબ તે દસ્તાવેજો અને વિઝા લઈને પાકિસ્તાન આવી છે. એટલે કે તે સંપૂર્ણપણે કાયદાકીય રીતે પાકિસ્તાન પહોંચી છે. અંજુના કહેવા પ્રમાણે, તે એક લગ્નમાં હાજરી આપવા પાકિસ્તાન પહોંચી હતી. અંજુએ જણાવ્યું કે તે દિલ્હીથી અમૃતસર થઈ વાઘા બોર્ડરથી પાકિસ્તાન પહોંચી હતી. નસરુલ્લા સાથે લગ્નની વાત પર અંજુએ કહ્યું કે તે આવું કરવા નથી આવી. મીડિયા તેમના કેસને અતિશયોક્તિ કરી રહ્યું છે.

દીકરાએ જાણ કરી કે દીદી પાકિસ્તાન ગઇ છે
અંજુએ કહ્યું કે તેનો સીમા હૈદર જેવો કોઈ ઈરાદો નથી. બીજી તરફ આ મામલાને લઈને અંજુના પતિ અરવિંદે કહ્યું કે તેમને ખબર નથી કે તેમની પત્ની પાકિસ્તાન કેમ અને કેવી રીતે ગઈ ? જો કે, અરવિંદે માહિતી આપી હતી કે તે અંજુ સાથે સતત વાત કરી રહ્યો છે. તે ટૂંક સમયમાં પરત આવવાની વાત પણ કરી રહી છે.અંજુના પિતાએ દાવો કર્યો કે તે ‘માનસિક રીતે અસ્વસ્થ અને સનકી’ છે અને તેંણે ખાતરી આપી છે કે તેનું કોઇ સાથે અફેર નથી. તેમણે કહ્યુ કે મને મારા દીકરાએ કહ્યું કે દીદી પાકિસ્તાન ગઈ છે પણ મને તેના વિશે કંઈ ખબર નથી. મારી પુત્રીના લગ્ન 20 વર્ષ પહેલા થયા હતા અને તે ભિવડી રહેવા ગઈ ત્યારથી મારો તેની સાથે કોઈ સંપર્ક નથી.

સાયકો છે અંજુ, પણ મિત્ર સાથે અફેર નહિ હોય એની ખાતરી
અંજુ ત્રણ વર્ષની હતી ત્યારથી તેના મામાના ઘરે રહી અને ત્યાં જ રહેતા સમયે તેના લગ્ન થયા.તેમણે આગળ કહ્યુ કે અંજુ માટે કોઈને જાણ કર્યા વિના પાકિસ્તાન જવું ખોટું છે. તેને બે બાળકો છે, જે તેના પિતા સાથે છે. મારો તેની સાથે કોઈ સંપર્ક નથી. તે ક્યારે પાકિસ્તાન ગઇ તેની મને ખબર નથી. મારો જમાઈ બહુ સાદો માણસ છે. મારી દીકરી સનકી છે પણ મારી દીકરીને તેના મિત્ર સાથે અફેર નહીં હોય. તે સ્વતંત્ર છે, પરંતુ તે આ બધામાં ક્યારેય પડતી નથી. હું તેની ખાતરી આપી શકું છું. તેણે કહ્યું કે અંજુ 12મા ધોરણ સુધી ભણેલી છે અને એક કંપનીમાં કામ કરતી હતી. પિતાએ કહ્યું કે તેના સનકી સ્વભાવને કારણે મેં તેને છોડી દીધી હતી.

Shah Jina