નસરુલ્લાના પ્રેમમાં પાકિસ્તાન પહોંચેલી અંજુ પરત ફરી રહી છે ભારત, આવતા જ કરી શકે છે મોટો ધમાકો
હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં
જુલાઈ મહિનામાં કોઈને પણ જાણ કર્યા વિના પાકિસ્તાન ગયેલી અંજુ આ મહિનાના અંતમાં ભારત પરત ફરી રહી છે. તેનું કહેવું છે કે તે દરેક પ્રકારના પ્રશ્નોનો સામનો કરવા તૈયાર છે. તેણે કહ્યું કે રાહ જોવામાં માત્ર થોડા દિવસો બાકી છે, ત્યારપછી સત્ય બધાની સામે આવશે. ભારતની અંજુ પહેલેથી જ પરિણીત છે અને તેનો અરવિંદ નામનો પતિ પણ છે અને તેની સાથે તેને બાળકો પણ છે,
પરંતુ તે જુલાઈના મધ્યમાં ગુપ્ત રીતે પાકિસ્તાન ગઈ અને પાકિસ્તાનના નસરુલ્લા સાથે વાત કરતા કરતા તેના પ્રેમમાં પડેલી અંજુએ પહેલા ધર્મ બદલ્યો અને પછી નસરુલ્લા સાથે લગ્ન કરી લીધા.હવે તેના વિઝાની મુદત પૂરી થવાને કારણે તે આ મહિનાના અંતમાં ભારત પરત ફરી રહી છે, જેના કારણે દરેકની નજર તેના પર છે. મીડિયા અહેવાલો અનુસાર, અંજુએ કહ્યું કે મારા માતા-પિતા અને પરિવારને તમામ માહિતી હતી. મને કોઈની પરવા નથી. અરવિંદે મારી સામે ખોટો કેસ કર્યો છે.
જો કોઈ મને સવાલ પૂછશે તો હું જવાબ આપવા તૈયાર છું.અંજુએ દાવો કર્યો કે જ્યારે તે પાકિસ્તાન જતી હતી ત્યારે તે માત્ર એક અઠવાડિયા માટે જ જવાની હતી અને તેની યોજના કંઈક અલગ હતી, પરંતુ ત્યાં ગયા પછી એવી પરિસ્થિતિઓ ઊભી થઈ કે તે લાંબા સમય સુધી રહી અને નસરુલ્લાહ સાથે લગ્ન કરી લીધા. તેણે કહ્યું, મેં નસરુલ્લાને ભારત લાવવાનું અને તેના માતા-પિતાને મળવાનું અને પછી લગ્ન કરવાનું વિચાર્યું હતું, પરંતુ બધું ખૂબ જ અચાનક થઇ ગયું. જો મારા બાળકો પાકિસ્તાનમાં રહેવા માંગે છે, તો હું તેમને પાછા લઈ જઈશ.”
પણ જો તેઓ ભારતમાં રહેવા માંગે છે તો તેઓ ત્યાં જ રહેશે.અંજુએ જણાવ્યું કે તે પાકિસ્તાનમાં તેના બાળકોને ખૂબ જ યાદ કરે છે. તેણે પાકિસ્તાન આવતા પહેલા પોતાના પુત્રનું એડમિશન પણ કરાવી લીધું હતું. બાળકોની યાદને કારણે તેણે ઘણા દિવસો સુધી ભોજન પણ નહોતું લીધું અને તે આખી રાત જાગતી. તેણે એ સ્પષ્ટ કર્યું કે તેના પતિ સાથેના સંબંધોનો અંત આવી ગયો છે. તે ફક્ત બાળકો માટે જ આવી રહી છે.
અંજુ કહે છે કે તેણે ક્યારેય કોઈથી કંઈ છુપાવ્યું નથી. જ્યારે હું પાકિસ્તાન પહોંચી ત્યારે સૌથી પહેલા મેં મારી બહેનને ફોન કર્યો. મારા માતા-પિતા સાથે પણ વાત કરી.મારી પાસે તમામ પ્રશ્નોના જવાબો છે. તેણે કહ્યું કે તે દેશની સુરક્ષા એજન્સી અને પોલીસના તમામ પ્રશ્નોના જવાબ પણ આપશે. અંજુએ કહ્યું કે તેનો ઈરાદો ખોટો નહોતો. જ્યારે તે પાકિસ્તાન આવી ત્યારે તે સંપૂર્ણપણે કાયદેસર રીતે આવી હતી. ત્યારે હવે અંજુ ભારત આવ્યા બાદ અનેક ખુલાસા કરે તેવી આશા છે.
જણાવી દઇએ કે, મૂળ યુપીની અંજુના લગ્ન 2007માં રાજસ્થાનમાં થયા હતા. 34 વર્ષની અંજુને બે બાળકો છે. અંજુ સોશિયલ મીડિયા પર પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના રહેવાસી નસરુલ્લાના પ્રેમમાં પડી અને વિઝા પર પાકિસ્તાન પહોંચી ગઈ.અંજુએ બે વર્ષ પહેલા વિદેશમાં નોકરીના નામે પાસપોર્ટ મેળવ્યો અને પછી પાકિસ્તાનના વિઝા મેળવ્યા અને અહીંથી પરિવારને જાણ કર્યા વગર પાકિસ્તાન પહોચી ગઇ. અંજુ પાકિસ્તાન ગયા પછી બંને દેશોના મીડિયામાં ફેમસ થઈ ગઈ. પાકિસ્તાનના ઘણા મોટા ઉદ્યોગપતિઓ પણ તેને મળવા પણ પહોંચ્યા હતા.
હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં