પાકિસ્તાનમાં કડક સુરક્ષા વચ્ચે ફરી રહી છે અલવરની અંજુ, નસરુલ્લાહ સાથે હાથમાં હાથ પરોવેલી મળી જોવા
Indian Woman Anju Goes Married Nasrullah :થોડા સમય પહેલા જ પબજી પર પ્રેમ કરીને પાકિસ્તાનથી ભારત ભાગીને આવેલી સીમા હૈદર આખા દેશમાં ચર્ચાનો વિષય બની હતી, પરંતુ છેલ્લા બે દિવસથી ભારતની અંજુ પણ ચર્ચાનો વિષય બની છે. તે પણ તેના એક મિત્રને મળવા માટે કાયદેસર પાકિસ્તાન પહોંચી ગઈ હતી, આજે સવારે તો તેને એવું પણ જણાવ્યું હતું કે તે એક લગ્નમાં હાજરી આપવા માટે ગઈ છે અને થોડા સમયમાં જ ભારત પાછી આવશે, પરંતુ આ દરમિયાન કે એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેને લોકોને હેરાન કરી દીધા છે.
મિત્રને મળવા ગઈ હતી પાકિસ્તાન :
રાજસ્થાનના અલવરની રહેવાસી અંજુનું પાકિસ્તાન જવું દેશમાં એક મુદ્દો બની ગયો છે. આ અંગે દેશભરના મીડિયામાં વિવિધ ચર્ચાઓ ચાલી રહી છે. દરમિયાન જાણવા મળ્યું છે કે અંજુ તેના પાકિસ્તાની મિત્ર નસરુલ્લાહ સાથે પાકિસ્તાનમાં પ્રવાસન સ્થળોની મુલાકાતે છે. પાકિસ્તાન પોલીસે આ અંગે માહિતી આપી છે. જણાવી દઈએ કે અંજુ મૂળ ઉત્તર પ્રદેશની છે અને તેના લગ્ન રાજસ્થાનના રહેવાસી અરવિંદ સાથે થયા હતા અને તેમને બે બાળકો પણ છે.
અંજુએ ઇસ્લામ ધર્મ કર્યો સ્વીકાર :
ત્યારે હાલ આ ઘટનામાં એક નવો વળાંક આવ્યો છે, પાકિસ્તાન ગયેલી અંજુએ ઇસ્લામ ધર્મનો સ્વીકાર કર્યો છે. મીડિયા રિપોર્ટઅનુસાર તેના પાકિસ્તાનમાં તેના કથિત ફેસબુક મિત્ર નસરુલ્લાહ સાથે લગ્ન પણ કર્યા છે. બંને કોર્ટમાં જતા હોવાનો વીડિયો પણ સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ, અંજુએ પોતાનું નામ બદલીને ફાતિમા રાખ્યું છે. બંનેના લગ્નની વાત પણ સામે આવી છે. પરંતુ આ બધું હોવા છતાં નસરુલ્લાહ આ લગ્નને નકારી રહ્યો છે.
વીડિયો થયો વાયરલ :
રાજસ્થાનના અલવરની રહેવાસી અંજુ વિઝા લઈને પાકિસ્તાન ગઈ હતી. અંજુએ પહેલા કહ્યું હતું કે તે તેના ફેસબુક ફ્રેન્ડને મળવા માટે ત્યાં ગઈ હતી અને થોડા દિવસોમાં પરત આવશે. જો કે હવે પાકિસ્તાનથી તેના લગ્નના સમાચાર સામે આવ્યા છે. અંજુ ભારતમાં પહેલેથી જ પરિણીત છે અને તેના બે બાળકો છે. અંજુ ધર્મ પરિવર્તન પહેલા ખ્રિસ્તી હતી. ત્યારે હાલ સોશિયલ મીડિયામાં અંજુ અને નસરુલ્લાહનો એક વીડિયો પણ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.
Nasrullah & Anju Love Story
India’s Anju ‘feels safe’ in Pakistan#AnjuinPakistan #SeemaHaidar pic.twitter.com/QhcAbSIRLl— Mughees Ali (@mugheesali81) July 25, 2023