100 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર 100 ગ્રામ સોનામાં રાજસ્થાનની અંજુએ ધર્મ બદલાવી નાખ્યો, અંજુના બિચારા પપ્પાનું દુઃખ છલકાયું
Anju accepted Elsam in 100 grams of gold : હાલ રાજસ્થાનથી પોતાના પ્રેમી માટે પાકિસ્તાનમાં કાયદેસર વિઝા લઈને ચાલી ગયેલી અંજુની કહાની ખુબ જ વાયરલ થઇ રહી છે, લોકો પણ અંજુની એક એક અપડેટ મેળવવા માટે આતુર હોય છે અને અત્યાર સુધી અંજુ વિશે ઘણા ખુલાસા પણ થઇ ચુક્યા છે. અંજુએ તેના પતિને દગો આપ્યો અને જયપુર જવાના નામ પર સીધી જ પાકિસ્તાન પહોંચી ગઈ અને પોતાના બે બાળકોને પણ રેઢા મૂકી દીધા હતા. પાકિસ્તાનમાં જઈને અંજુએ તેના મિત્ર નસરુલ્લા સાથે લગ્ન પણ કરી લીધા હોવાનો દાવો હવે થઇ રહ્યો છે.
100 ગ્રામ સોનામાં કબૂલ કર્યો ઇસ્લામ :
અંજુ રાફેલે 100 ગ્રામ સોનામાં ઈસ્લામ કબૂલ કર્યો છે. આટલું જ નહીં તેણે તેના પ્રેમી નસરુલ્લાહને પણ પતિ તરીકે સ્વીકારી લીધો છે. એક તરફ પાકિસ્તાનમાં ખોરાકની અછત છે અને બીજી તરફ એક ભારતીય મહિલાને લગભગ 22.5 લાખ પાકિસ્તાની રૂપિયાની કિંમત ચૂકવીને ઈસ્લામ કબૂલ કરવામાં આવી છે. હાલમાં ઈસાઈ ધર્મમાંથી ઈસ્લામ અંગીકાર કરનાર અલવરની અંજુનું સંપૂર્ણ સત્ય હજુ બહાર આવ્યું નથી, પરંતુ જે રીતે ઘટનાક્રમ ચાલી રહ્યો છે.
સોગંદનામું થયું વાયરલ :
પાકિસ્તાનમાં લગ્ન કર્યા પછી, અંજુના લગ્નનું સોગંદનામું સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યું છે. તેમાં લખ્યું છે કે, “મિંકા મસ્મા ફૈઝલામા પુત્રી પ્રસાદ ફ્લેટ નંબર 704 નાદિર ટેરા એલિગન્સ ભીવાડી, અલવર એચ રાજસ્થાન ભારતે જાહેર કર્યું. મુન મુખાલ્ફાનું અગાઉનું નામ અંજુ હતું અને તેનો ધર્મ ખ્રિસ્તી હતો.માન મુખ્લફાએ કોઈપણ જાતના દબાણ કે અનિચ્છા વગર, કોઈપણ જાતના દબાણ વગર ખુશીથી ઈસ્લામ કબૂલ કર્યો છે. આ માટે હું મારા દેશ ભારતથી પાકિસ્તાન આવી છું.
નસરુલ્લા સાથે કર્યા લગ્ન :
મન મુખ્લફાએ સાક્ષીઓને કહ્યું, દહેજના બદલામાં નસરુલ્લાએ સ્વેચ્છાએ મારી સાથે લગ્ન કર્યા છે. મુસ્લિમ શરિયા અનુસાર 10 તોલા સોનું અને નસરુલ્લાહ મીન મુખાલ્ફાહના કાયદેસરના પતિ છે. મીન મુખાલ્ફાહે નસરુલ્લા સાથે તેની મરજી અને ઈચ્છા મુજબ લગ્ન કર્યા છે. આ મારું નિવેદન સાચું છે અને તે યોગ્ય છે અને મેં તેમાં કંઈ છુપાવ્યું નથી. આ સંદર્ભે. અલ-મરકુમ:- 25/07/2923 ગુલ મૌલા ખાનનો પુત્ર નસરુલ્લા. તેનું નામ ફાતિમા છે”