મનોરંજન

“તારક મહેતા”ની નવી અંજલી ભાભી સુનૈના ફોજદાર એક એપિસોડની લે છે આટલી ફિસ, જાણો

અલસ જીવનમાં ખૂબ જ બોલ્ડ અને બિંદાસ છે અંજલી ભાભી, જાણો એક એપિસોડનો કેટલો ચાર્જ લે છે 

“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શો છેલ્લા 13 વર્ષથી સતત દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શો હવે લગભગ દરેક ઘરની પહેલી પસંદ બની ગયો છે. થોડા સમય પહેલા આ શોએ તેના 3 હજાર એપિસોડ પુરા કર્યા હતા. આ શોના કલાકારો તેમના મજાકિયા અંદાજ માટે જાણિતા છે. (Image Credit/Instagram-sunayanaf)

શોના કલાકારો પણ આ શોની જેમ ચર્ચામાં રહેતા હોય છે. શોમાં છેલ્લા કેટલાક સમયમાં કેટલાક બદલાવ આવ્યા છે, કેટલાક પાત્રો શો છોડીને જતા રહ્યા છે અને તેમની જગ્યાએ કેટલાક નવા પાત્રો આવ્યા છે. તેઓ પણ હવે દર્શકો વચ્ચે તેમની જગ્યા બનાવવામાં સફળ થયા છે ત્યારે આજે આપણે વાત કરીશુ “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા”ની નવી અંજલી ભાભી એટલે કે સુનૈના ફોજદાર વિશે…

થોડા સમય પહેલા જ શોમાં નવી અંજલી ભાભી સુનૈના ફોજદારની એન્ટ્રી થઇ છે. પરંતુ શુ તમે જાણો છે કે સુનૈનાને શો માટે કેટલી ફિસ મળે છે. શોમાં હવે નેહા મહેતાની જગ્યા સુનૈનાએ લીધી છે.

તમને જણાવી દઇએ કે, સુનૈના ફોજદારે તેના અભિનય કરિયરની શરૂઆત સ્ટાર પ્લસ શો “સંતાન”થી કરી હતી. આ ઉપરાંત તે રાજા કી આયેગી બારાત” “કુબૂલ હે” “રહેના હે તેરી પલકો કે છાવ મેં” “સીઆઇડી” “સાવધાન ઇન્ડિયા” “આહટ” “એક રિશ્તા સાજેદારી કા” “લગી તુજસે લગન” અને “ફિયર ફાઇલ્સ” જેવી ધારાવાહિકમાં જોવા મળી છે.

સુનૈના ફોજદાર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે અવાર નવાર તેની ગ્લેમરસ અને બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. તેના સોશિયલ મીડિયા સાઇટ ઇનસ્ટાગ્રામ પર 607k ફોલોઅર્સ છે.

સુનૈના તેની ગ્લેમરસ તસવીરોને કારણે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. સુનૈનાની તસવીરોને ચાહકો ઘણી પસંદ કરે છે. તેને ચાહકોની લિસ્ટ લાંબી છે. અભિનેત્રીનું ઇન્સ્ટાગ્રામ તેની ખૂબસુરત તસવીરોથી ભરેલુ છે.

ઉલ્લેખનીય છે કે, અભિનેત્રી તેની અસલ જીવનમાં ઘણી બોલ્ડ અને બિંદાસ છે તેમજ તેના લગ્ન પણ થઇ ચૂક્યા છે. તેણે બિઝનેસમેન કુણાલ ભાંબવાની સાથે 4 વર્ષ સુધી રિલેશનમાં રહ્યા બાદ લગ્ન કર્યા હતા.

સુનૈનાએ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાને આપેલ ઇન્ટરવ્યુમાં શોમાં એન્ટ્રીને લઇને કહ્યુ હતુ કે, ઇમાનદારીથી કહુ તો હજી સુધી હું આ ફીલિંગ્સને મહેસૂસ કરી શકતી નથી. બધા એક્સાઇટેડ છે, આ ઘણો મોટો શો છે. મારો મતલબ છે કે, આપણામાંથી ઘણા આ શોને જોતા જોતા મોટા થયા છે. શૈલેશ લોઢાજી અને બીજા ઘણા 12 વર્ષથી આ શો સાથે જોડાયેલા છે, અહીં ખુશીઓ છે, એક્સાઇટમેન્ટ છે અને ભાવનાઓનો સંગમ છે. મને વિશ્વાસ નથી થઇ રહ્યો કે હુ એ શોનો ભાગ બની ગઇ છું.

વાત કરીએ સુનૈનાના શોની ફિસ વિશે તો, વન ઇન્ડિયાના રીપોર્ટ અનુસાર, સુનૈના એક એપિસોડ માટે 40થી 45 હજાર રૂપિયા ચાર્જ કરે છે. સુનૈનાને શોપિંગ કરવી ખૂબ પસંદ છે, તે અભિનય સાથે સાથે ડાંસ પણ કરે છે.