ટીવી જગતની સૌથી લોકપ્રિય ધારાવાહિક “તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં”માં નવા અંજલિ ભાભીની એન્ટ્રી થઇ ગઈ છે. શોની અંદર અંજલિ ભાભીનો અભિનય કરી રહેલા નેહા મહેતાએ શો છોડી દીધા બાદ, ધારાવાહિક નિર્માતાઓએ નવા અંજલિ ભાભી પણ શોધી લીધા છે જેમનું નામ છે સુનૈના ફોજદાર.

તારક મહેતાના આ નવા અંજલિ ભાભીની ચર્ચાઓ હવે થવા લાગી છે. તે હવે શૂટિંગમાં પણ પહોંચી ગયા છે અને સેટ ઉપરથી પોતાની તસવીરો પણ શેર કરી છે. જો કે અસલ જીવનની વાત કરીએ તો અંજલિ ભાભી ખુબ જ બોલ્ડ અને ગ્લેમરએસ છે.

તસ્વીરોમાં સુનૈના શોના તારક મહેતા ઉર્ફે શૈલેન્દ્ર લોઢા સાથે જોવા મળી રહી છે. દર્શકો પણ હવે તારક મહેતા સાથે નવા અંજલિ ભાભીનું ટ્યુનીંગ જોવા માટે રાહ જોઈ રહ્યા છે.

સુનૈનાએ ફોટો શેર કરતા લખ્યું છે કે: “બધા જ કલાકારો પોતાના દર્શકોના મનોરંજન માટે જીવે છે. મને અંજલીના રૂપમાં તમે બધા સ્વીકાર કરો અને તારક મહેતામાં મારું સ્વાગત કરો. મને તમારા લોકોનો સાથ જોઈએ છીએ જેવો પહેલા પણ રહ્યો છે.”

સુનૈના પરણિત છે, તેને 4 વર્ષના સંબંધ બાદ પોતાના પ્રેમી કૃણાલ ભંબવાની સાથે લગ્ન કરી લીધા. કૃણાલ એક બિઝનેસમેન છે.

સુનૈનાએ પોતાના અભિનયની શરૂઆત સ્ટાર પલ્સના શો “સંતાન”થી કરી હતી. આ ઉપરાંત તે “રાજા કી આયેગી બારાત, કુબૂલ હે, રહના હે તેરી પલકો કે છાવ મેં, સીઆઇડી, સાવધાન ઇન્ડિયા, આહટ, એક રિશ્તા સાજેદારીકા, લગી તુજસે લગન અને ફિયર ફાઇલ્સ” જેવા શોમાં પણ કામ કરી ચુકી છે.

સુનૈનાના જણાવ્યા પ્રમાણે નેહા મહેતા છેલ્લા 12 વર્ષથી આ શોનો ભાગ હતી. તેને રિપ્લેસ કરવી સુનૈના માટે એટલું સરળ નહિ હોય. સુનૈના કહે છે કે નેહાની જગ્યા લેવી ખુબ જ મુશ્કેલ હશે પરંતુ શોમાં પોતાની 100 ટકા ભાગીદારી આપવાનો પ્રયત્ન કરીશ.

તારક મહેતા શોની અંદર છેલ્લા 12 વર્ષથી અંજલિ ભાભીનો અભિનય કરનાર અભિનેત્રી નેહાએ હાલમાં શો છોડી દીધો છે. રિપોર્ટ પ્રમાણે નેહા મહેતાના શો છોડવાનું સૌથી મોટું કારણ તેનું કેરિયર છે. નેહાએ આ નિર્ણય પોતાના કેરિયરમાં સારો મોકો મેળવવા માટે લીધો છે. કારણ કે જ્યારથી શો શરૂ થયો છે ત્યારથી અત્યાર સુધી નેહા એક જ અભિનયમાં બંધાયેલી રહી ગઈ છે.

સુનૈના ફોજદાર “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા”ને લઈને ખુબ જ ખુશ છે અને થોડી નર્વસ પણ દેખાઈ રહી છે. શોની ટિમ તરફથી તે આ કિરદારને લઈને કોઈ દબાણ નથી અનુભવી રહી. પરંતુ શોના પ્રોડ્યુસરથી લઈને બાકી બધાએ જ તેનું સ્વાગત કર્યું છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.