“સ્કેમ 1992” ફેમ અંજલિ બરોટે બોયફ્રેન્ડ ગૌરવ અરોરા સાથે કર્યા લગ્ન, ધમાકેદાર એન્ટ્રી સાથે કપલ જોવા મળ્યા

“સ્કેમ 1992” ની આ ખુબસુરત અભિનેત્રી યાદ છે? ૧૬ ફેબ્રુઆરીએ લગ્ન કર્યા… જુઓ ALBUM

ઓટીટી પ્લેટફોર્મ પર રીલિઝ થયેલ પોપ્યુલર ફિલ્મ “સ્કેમ 1992” ફેમ અભિનેત્રી અંજલિ બરોટે તેના લોન્ગટાઇમ બોયફ્રેન્ડ ગૌરવ અરોરા સાથે લગ્ન કર્યા છે. અંજલિએ 16 ફેબ્રુઆરીના રોજ બોયફ્રેન્ડ ગૌરવ સાથે લગ્ન કર્યા હતા.

અંજલિની કો-એક્ટર શ્રેયા ધનવંતરીએ સોશિયલ મીડિયા પર લગ્નની કેટલીક તસવીરો શેર કરી છે.

લગ્નની કેટલીક તસવીરો અંજલિની મિત્ર શ્રેયાએ સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ સાથે જ એક વીડિયો પણ શેર કર્યો છે. આ વીડિયોમાં કપલની ડાન્સ કરતા ધમાકેદાર એન્ટ્રી થઇ રહી છે.

અંજલિએ રેડ કલરનો લહેંગો પહેર્યો છે. અંજલિ તેના બ્રાઇડલ લુકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. ગૌરવે આઇવરી કલરની શેરવાની પહેરી છે. જેમાં તે ખૂબ જ સારી દેખાઇ રહી છે.

શ્રેયાએ દુલ્હન સાથેની એક સેલ્ફી પણ શેર કરી છે. જેમાં બીજા મિત્રો પણ જોવા મળી રહ્યા છે. આ પહેલા અંજલિએ તેના લગ્નની તારીખનું અનાઉન્સમેન્ટ કરતા ગૌરવ સાથે એક તસવીર પણ શેર કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Anjali Barot (@anjalibarotofficial)

આ તસવીરમાં તે બંનેએ બ્લેક કલરના કપડા પહેર્યા હતા. આ તસવીર શેર કરતા તેણે કેપ્શન લખ્યુ હતુ કે, રિશ્ક છે તો ઇશ્ક છે, 16 ફેબ્રુઆરી 2021.

 

View this post on Instagram

 

A post shared by Anjali Barot (@anjalibarotofficial)

અંજલિએ મહેંદીની પણ કેટલીક તસવીરો શેર કરી છે.જેમાં તે અલગ અલગ પોઝ આપતી જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Anjali Barot (@anjalibarotofficial)

અંજલિએ લગ્ન પહેલા મિત્રો સાથે એક બેચલર પાર્ટી પણ એન્જોય કરી હતી. આ પાર્ટીમાં બધા જ ખૂબ જ મસ્તી કરતા નજરે પડી રહ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Anjali Barot (@anjalibarotofficial)

તમને જણાવી દઇએ કે, અંજલિએ વેબ સિરીઝ “સ્કેમ 1992” ઉપરાંત પણ અનેક ટીવી સિરીઝ અને શોર્ટ ફિલ્મોમાં પણ કામ કર્યુ છે.

Shah Jina