દેસી લુકમાં કાચા બદામ ગર્લ લાગી ઘણી જ ખૂબસુરત, ચાહકોની વધારી ધડકન, તસવીરો જોઇ તમે પણ બની જશો ફેન

કાચા બદામ ગીત પર ડાન્સ કરી મશહૂર થયેલી સોશિયલ મીડિયા સેંસેશન અંજલી અરોરાથી કોણ વાકેફ નથી, ઘણા ઓછા સમયમાં તેણે શોહરતનો સ્વાદ ચાખ્યો છે. તે એક મોડલ અને અભિનેત્રી છે. સોશિયલ મીડિયા પર તેની ફેન ફોલોઇંગ ઘણી વધારે છે. ખાલી ઇન્સ્ટાગ્રામ પર જ તેના 12.2 મિલિયન ફોલોઅર્સ છે. સોશિયલ મીડિયા પર અંજલી ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર તેની તસવીરો તેમજ વીડિયો શેર કરતી રહે છે.

રિયાલિટી શો લોક અપ ફેમ અંજલિ અરોરાએ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેના ફોટોશૂટની કેટલીક તસવીરો પોસ્ટ કરી હતી, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. અંજલિ અરોરાએ બ્રાઉન કલરની લહેંગા ચોલી પહેરી છે. અંજલીએ કોફી ડાર્ક શેડ બેકલે બ્લાઉઝ કેરી કર્યો હતો અને લુકને પૂરો કરવા માટે તેના વાળ બાંધ્યા હતા. આ સાથે તેણે ઈયરિંગ્સ કેરી કરી હતી. આ લુકમાં તે ક્યારેક ઉભા રહીને તો ક્યારેક ઘાસ પર બેસીને પોઝ આપી રહી હતી.

આ તસવીરો પોસ્ટ કરતા અંજલિ અરોરાએ કેપ્શનમાં લખ્યું, ‘તુમ્હે મિલના પડેગા… જમાના હુઆ’. તેની આ તસવીરો ખૂબ જ પસંદ અને શેર કરવામાં આવી રહી છે. કેટલાક તેને ક્યૂટ તો કેટલાક તેને હોટ કહી રહ્યા છે. અંજલિની આ તસવીરો પર અત્યાર સુધીમાં 4 લાખથી વધુ લાઈક્સ આવી ચૂકી છે. લોકો કોમેન્ટ બોક્સમાં પણ તેના જોરદાર વખાણ કરી રહ્યા છે. જણાવી દઇએ કે, અંજલિને હવે કોઈ ઓળખની જરૂર નથી.

અભિનેત્રી છેલ્લે કંગના રનૌતના લોક અપ શોમાં જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે, અંજલિ જેટલી ઝડપથી સફળતાની સીડીઓ ચઢી રહી છે તેટલી જ તે નકારાત્મકતાનો સામનો પણ કરી રહી છે. લોકઅપમાં ઘણા બોલ્ડ ખુલાસા બાદ તેના MMS લીકની અફવા પણ ફેલાઈ હતી. આ પછી ટ્રોલિંગ શરૂ થયું અને આજે પણ ચાલુ છે. ભૂતકાળમાં અંજલિએ આ બાબતે મૌન પણ તોડ્યું હતું. તેણે કહ્યું હતું કે તે સમય કેટલો મુશ્કેલ હતો.

અંજલિએ કહ્યું હતું કે, વાત કર્યા વિના ટ્રોલિંગનો સામનો કરવો ખૂબ જ મુશ્કેલ છે. આ કારણે તે ડિપ્રેશન સામે ઝઝૂમી રહી છે. તેણે કહ્યું હતું કે જ્યારે કોઈની સાથે ખોટું થાય છે ત્યારે લોકો બુદ્ધિજીવી બનીને પોતાનો અભિપ્રાય આપે છે. પરંતુ સોશિયલ મીડિયા પર આવ્યા બાદ તેઓ બદલાઈ જાય છે. તેની ભાષા નીચી થઇ જાય છે. તેણે એ પણ જણાવ્યું કે ટ્રોલિંગથી તેના માનસિક સ્વાસ્થ્ય પર કેવી અસર પડી છે.

 

View this post on Instagram

 

A post shared by @anjali_._arorra

તે કહે છે કે, હું માત્ર ટ્રોલિંગને કારણે રડતી નથી પરંતુ એ પણ વિચારતી હતી કે મારી સાથે આવું કેમ થઈ રહ્યું છે. અંજલિએ ખુલાસો કર્યો કે તે લાંબા સમયથી ડિપ્રેશન સામે ઝઝૂમી રહી છે. તેણે લોકઅપ સમયે કહ્યું હતું કે તેણે સ્કૂલના દિવસોમાં આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Anjali Arora (@anjimaxuofficially)

Shah Jina