અનિતા હસનંદાનીએ બેલ્ક મોનોકિનીમાં ફ્લોન્ટ કર્યો બેબી બમ્પ, જુઓ નવી તસવીરો
બૉલીવુડ અને ટીવીની ઘણી અભિનેત્રીઓ પોતાની પ્રેગ્નેન્સીનો આનંદ માણી રહી છે. તેમની તસવીરો પણ અવાર નવાર સોશિયલ મીડિયામાં છવાયેલી રહે છે. ટીવીની સૌથી ચર્ચિત અભિનેત્રી અનિતા હસનંદાની પણ પોતાની પ્રેગ્નેન્સી માણી રહી છે. તે સાત મહિનાની ગર્ભવતી છે. આ દરમિયાન અનિતાની પણ ઘણી તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

હાલમાં જ જોવા મળેલી એક તસવીરની અંદર અનિતાને તેનો પતિ રોહિત રેડ્ડી તેના બેબી બમ્પ ઉપર કિસ કરતો જોવા મળી રહ્યો છે. અનિતાએ આ તસ્વીરને પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરી છે. જે ખુબ જ વાયરલ પણ થઇ રહી છે.

અનિતાએ પોતાના ઇન્સટાગ્રામ ઉપર ત્રણ તસવીરો શેર કરી છે. જેમાં તેનો પતિ રોહિત બેબી બમ્પ ઉપર કિસ કરવાની સાથે બંને પોઝ આપતા પણ જોવા મળે છે.

આ દરમિયાન અનિતા પણ ખુબ જ ખુશ દેખાઈ રહી છે. અનિતાના ચહેરા ઉપર પ્રેગ્નેન્સીનો ગ્લો પણ સ્પષ્ટ નજરે આવી રહ્યો છે.
View this post on Instagram
અનિતાએ છેલ્લે બ્લેક રંગની મોનોકિનીમાં પણ પોતાના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી એક તસ્વીર પોસ્ટ કરી છે. જેમાં અનિતા ખુબ જ સુંદર દેખાઈ રહી છે.
View this post on Instagram
થોડા દિવસ પહેલા જ ડાયરેક્ટર અને પ્રોડ્યુસર એકતા કપૂરે અનિતા માટે ખાસ બેબી શૉવરનું આયોજન કર્યું હતું. જેમાં ટીવીના ઘણા સિતારાઓ પણ જોવા મળ્યા હતા.
View this post on Instagram
અનિતા સોશિયલ મીડિયામાં પણ ખુબ જ એક્ટિવ રહે છે. તેના અભિનયના પણ લાખો લોકો દીવાના છે. અનિતા હાલ તો પોતાની પ્રેગ્નેન્સીના દિવસોનો આનંદ માણી રહી છે. તે 2021માં બાળકને જન્મ આપશે.