મનોરંજન

અનિતા હસનંદાનીએ પોતાના બાળકને સંભળાવ્યો ગાયત્રી મંત્ર, દીકરાએ આપ્યા ક્યૂટ હાવભાવ, જુઓ વીડિયો

ટીવીની  લોકપ્રિય અભિનેત્રી અનિતા હસનંદાની માતા બની ચુકી છે. તેને એક દીકરાને જન્મ આપ્યો છે. અનિતા પ્રેગ્નેન્સીથી જ ખુબ જ ચર્ચામાં હતી. તેની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી. દીકરાના જન્મ બાદ પણ અનિતા સોશિયલ મીડિયામાં છવાયેલી છે.

ત્યારે આ દરમિયાન જ અનિતાએ પોતાના નવજાત દીકરાને ગાયત્રી મંત્ર સંભળાવ્યા હતા, જેનો વીડિયો તેને પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કર્યો હતો. જેને ચાહકો ખુબ જ પસંદ કરી રહ્યા છે. આ વીડિયોની અંદર તેના દીકરાના હાવભાવ પણ ખુબ જ ક્યૂટ છે.

 

View this post on Instagram

 

A post shared by Rohit Reddy (@rohitreddygoa)

અનિતાએ ફેબ્રુઆરીમાં પોતાના દીકરાને જન્મ આપ્યો હતો. દીકરાના જન્મ બાદ તે તેની તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે, જેને ચાહકો પણ ખુબ જ પસંદ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Anita H Reddy (@anitahassanandani)

હાલમાં જ તેને જે વીડિયો શેર કર્યો છે તે પણ ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. આ વીડિયોની અંદર તે પોતાના દીકરાને ગાયત્રી મંત્ર સંભળાવતી જોવા મળી રહી છે, તો તેનો દીકરો પણ આ દરમિયાન ક્યૂટ એક્સપ્રેશન આપી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Anita H Reddy (@anitahassanandani)

અનિતાએ બિઝનેસમેન રોહિત રેડ્ડી સાથે લગ્ન કર્યા છે. રોહિત અને અનિતાએ પોતાના દીકરાનું નામ આરવ રાખ્યું છે. આરવનો જન્મ 9 ફેબ્રુઆરીના રોજ થયો હતો. જેના બાદ અનિતા પોતાના દીકરાની નવી નવી તસવીરો શેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Being Watch (@beingwatch247)

અનિતાએ હાલમાં જ શેર કરેલા વીડિયોની અંદર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે અનિતાએ પોતાના દીકરાને ટોવેલની અંદર લપેટીને રાખ્યો છે, અને તેને ગાયત્રી મંત્ર સંભળાવી રહી છે. તેનો દીકરો આરવ પણ આ દરમિયાન ક્યૂટ એક્સપ્રેશન આપે છે.