મનોરંજન

પોતાની જેગુઆર કારથી ક્લિનિક પહોંચી અનિતા હસનંદાની, સફેદ ટોપમાં બેબી બમ્પ સાચવતી લાગી રહી હતી ખુબ જ પ્રેમાળ

પગમાં સોજા ચડી ગયા છે અને માંડ માંડ બેબી બમ્પ સાંભળી રહી છે, જુઓ તસવીરો

ટીવીની ખ્યાતનામ અભિનબેટરી અનિતા હસનંદાની હાલ પોતાની પ્રેગ્નેન્સીનો આનંદ માણી રહી છે.  આ દરમિયાન તેની ઘણી બધી તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. અનિતા સોશિયલ મીડિયા દ્વારા પણ ચાહકો સાથે જોડાયેલી રહે છે અને તેની તસવીરો પણ શેર કરતી રહે છે.

પરંતુ હાલમાં જ અનિતા પોતાના પતિ રોહિત રેડ્ડી સાથે ક્લિનિકની બહાર સ્પોટ થઇ હતી, જેની ઘણી તસવીરો ઇન્ટરનેટ ઉપર વાયરલ થઇ રહી છે.

વાયરલ થઇ રહેલી તસ્વીરોની અંદર અનિતા પોતાની શાનદાર જેગુઆર કારમાંથી ઉતરી અને ક્લિનિક જતા જોવા મળે છે. તસ્વીરોમાં જોઈ શકાય છે કે તે સફેદ ટોપમાં છે અને પોતાના બેબી બમ્પને ખુબ જ કાળજી દ્વારા સાચવી રહી છે.

અનિતાની સાથે તેનો પતિ રોહિત રેડ્ડી પણ જોવા મળ્યો હતો. ક્લિનિકમાં વિઝીટ દરમિયાન અનિતાએ પોતાના માટે ખુબ જ કમ્ફર્ટેબલ કપડાંની પસંદગી કરી હતી. જેમાં સ્ટાઇલ એલિમેન્ટની કોઈ કમી જોવા મળી નહોતી.

અનિતાએ આ દરમિયાન સફેદ કલરનું ટોપ પહેર્યું હતું. આ એક કોટન મેડ હતું. જે રીતે તેને સ્ટીચ કરવામાં આવ્યું હતું તેને જોતા સ્પષ્ટ લાગી રહ્યું હતું કે તે મટર્નીટી કલેક્શનમાંથી લેવામાં આવ્યું છે.

કેમેરામને જયારે અનીતાને સ્પોટ કરી ત્યારે તેને ફોટોગ્રાફરને પોઝ પણ આપ્યા હતા. તેને કેમેરામેન સામે સ્માઈલ આપતા પોઝ આપ્યા હતા. તો સાથે જ તેને પોતાના બેબી બમ્પ ઉપર હાથ રાખીને તેને સાચવતી હોય તે રીતે પણ પોઝ આપ્યા હતા.

અનિતાના ક્લિનિકમાં તેની સાથે તેનો પતિ રોહિત રેડ્ડી પણ જોવા મળ્યો હતો. અનિતાની પ્રેગ્નેન્સીમાં રોહિત તેની ખુબ જ સંભાળ રાખી રહ્યો છે.

અનિતા ખુબ જ ટૂંકા સમયમાં ચાહકોને ખુશ ખબરી આપવાની છે. આ દરમિયાન તે પોતાની ખુબ જ કાળજી રાખી રહી છે. તે કદાચ આવતા મહિને બાળકને જન્મ આપશે.