“નાગિન” અને “યે હે મોહબ્બતેં” ફેમ અભિનેત્રીએ કર્યો મોટો ધમાકો, ફેન્સ થયા દુઃખી દુઃખી

અનિતાના આ મોટા નિર્ણયથી ફેન્સના હૃદયને ઠેસ પહોંચી- જાણો સમગ્ર વિગત

“નાગિન” અને “યે હે મોહબ્બતેં” ફેમ અભિનેત્રી અને ટીવીની મશહૂર અદાકારા અનીતા હસનંદાની થોડા સમય પહેલા જ માતા બની છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે અવાર નવાર તેની અને તેના પતિ તેમજ દીકરા સાથેની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. તમને જણાવી દઇએ કે, હાલમાં જ અભિનેત્રીએ મોટો નિર્ણય કર્યો છે.

અનીતા હસનંદાનીએ કેટલીક ફિલ્મોમાં પણ કામ કર્યુ છે. પરંતુ હવે અભિનેત્રીએ પોતાને નાના અને મોટા બંને પડદાથી દૂર થવાનો નિર્ણય લીધો છે. ચાહકોનું દિલ જીતી ચૂકેલી અભિનેત્રી અનીતા હસનંદાનીએ તેના કરિયરનો સૌથી મોટો નિર્ણય લીધો છે. તેણે અભિનય છોડવાનો નિર્ણય કર્યો છે.

અનીતાએ આ મામલે 12 જૂનના રોજ ઓફિશયલ એકાઉન્ટ પરથી ટ્વિટ કર્યુ અને તેમાં તેણે જણાવ્યુ કે, તેણે તેના પહેલા પ્રેમ અભિનયને છોડ્યો નથી. અભિનેત્રીએ લખ્યુ કે, બધી જગ્યાએ આવી ખબર છે કે હું મારા પહેલા પ્રેમ અભિનયને છોડી રહી છું. મેં આવુ કયારેય નથી કહ્યુ. મેં બસ એટલુ જ કહ્યુ કે, હું મારા બાળક પર ફોકસ કરવા માંગુ છુ. આરવ મારી પહેલી પ્રાથમિકતા છે. હું કામ પર પાછી આવીશ જયારે હું તેના માટે તૈયાર થઇ જાઉં. અનીતાએ આ ટ્વીટ કરી ચાહકોને ખુશ કરી દીધા છે.

અનીતાએ કહ્યુ કે, તેણે અભિનય છોડવાનો નિર્ણય લીધો છે અને તે કામ નહિ કરે. તે તેના નવજાત દીકરા સાથે ઘરે રહેવા ઇચ્છે છે અને કામ અત્યારે તેના મગજમાં છેલ્લી વસ્તુ છે, તેનો દીકરો હાલ તેના માટે મહત્વનો છે.

એક ઇન્ટરવ્યુ દરમિયાન અનીતાએ કહ્યુ કે, મેં નિર્ણય હતો કે જયારે પણ મારુ બાળક થશે ત્યારે હું ઇન્ડસ્ટ્રી અને મારુ કામ છોડી દઇશ. હું હંમેશા એક માતા બનવા પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગતી હતી. આ મહામારીનું કારણ નથી. હું મારા બાળક સાથે ઘરે રહેવા માંગુ છુ. ઇમાનદારીથી કહુ તો મારા મગજમાં હાલ કામ કરવુ એ છેલ્લી વસ્તુ છે. હું કયારે કામ કરવાનું શરૂ કરીશ તે વાસ્તવમાં હું નથી જાણતી.

અનીતાએ વધુમાં કહ્યુ કે, જો કે, હું અલગ અલગ બ્રાંડ સાથે અનુબંધોને કારણે કામ કરી રહ્યુ છે. હું આ બધુ સોશિયલ મીડિયા માટે કરુ છું. હું ઘરે જ શુટિંગ કરી રહી છુ અને આ પૂરી રીતે તણાવ મુક્ત છે.

અનીતા હસનંદાની ટીવી વર્લ્ડની મોટી અદાકારા છે., તે ઘણા શોમાં કામ કરી ચૂકી છે. અનીતા છેલ્લે “નાગિન 5″માં જોવા જોવા મળી હતી. અનીતા એકતા કપૂરના કેટલાક શોમાં લીડ પાત્ર નિભાવી ચૂકી છે.

અનીતાએ તેના કરિયરની શરૂઆત વર્ષ 1998માં કરી હતી તે બાદથી તે ઇન્ડસ્ટ્રીમાં સક્રિય છે, તેણે ઘણા શો કર્યા છે અને તે કેટલાક શોમાં નેગેટિવ રોલ્સ પણ નીભાવી ચૂકી છે.

તમને જણાવી દઇએ કે, અનીતાએ રોહિત રેડ્ડી સાથે વર્ષ 2013માં ગોવામાં લગ્ન કર્યા હતા. જે બાદ તેણે આ વર્ષે ફેબ્રુઆરીમાં તેના દીકરા આરવને જન્મ આપ્યો.

Shah Jina