થોડાક સમય પહેલા જ બાળક આવેલું…હવે નીકળી પડ્યા માલદીવ ફરવા- જુઓ ખુબસુરત તસવીરો
સેલેબ્રિટીઓ માટે માલદીવ હવે તેમનું મનગમતું ટુરિસ્ટ પોઇન્ટ બની ગયું છે, ઘણા કલાકારો કોરોના અને લોકડાઉન બાદ માલદીવમાં રજાઓ માણતા જોવા મળ્યા, કરીના કપૂર પણ માલદિવનાં પ્રવાસે છે ત્યારે હાલ અભિનેત્રી અનિતા હસનંદાની પણ માલદીવમાં રજાઓનો આનંદ માણી રહી છે, જેની કેટલીક તસ્વીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.
નાગિન ફેમ ટીવી અભિનેત્રી અનિતા હસનંદાની હાલમાં પરિવાર સાથે માલદીવમાં નીકળી ગઈ છે. અનિતાએ માલદીવમાંથી પોતાની ઘણી તસવીરો પણ શેર કરી છે. જેમાં અનિતા તેના પતિ રોહિત રેડ્ડી, દીકરા રાવ અને અનિતાની માતા સાથે આઇલેંડમાં સોનેરી મોસમનો લુપ્ત ઉઠાવી રહી છે.
અનિતાની આ પહેલી આઇલેન્ડ ટ્રીપ છે જેને નાનો આરવ પણ ખુબ જ એન્જોય કરી રહી છે. અનીતાએ આ ટ્રીપ ઉપર પોતાના માટે પણ સારો સમય કાઢ્યો છે. જેમાં તે લાઈટ મેકઅપમાં જોવા મળી રહી છે. પોતાની સોલો તસ્વીરમાં અનિતા પિન્ક, પર્પલ એન્ડ બ્લુ બલૂન સ્લીવ આઉટફિટ પહેરેલી નજર આવી રહી છે. અનિતાએ પોતાના આઈ મેકઅપને પોતાના આઉટફિટ સાથે મચ કર્યો છે. અનિતાની આંખો ઉપર પિન્ક હાઈલાઈટ પણ ખુબ જ સુંદર લાગી રહી છે.
પોતાની સેલ્ફી શેર કરવાની સાથે અનિતા લખે છે કે, “Selfieism In Maldiveissmmm”. તેની આ તસ્વીર ઉપર ઘણા સેલેબ્સ અને તેના ચાહકો અનિતાની પ્રસંશાના પુલ બાંધી રહ્યા છે. કેટલાક લોકોએ તેને સ્ટનિંગ જણાવી છે અને ઘણા લોકોએ તેની આ પોસ્ટ ઉપર ફાયર ઈમોજી પોસ્ટ કરી અને તેની પ્રસંશા પણ કરી છે.
અનિતાએ પોતાની ઇન્સ્ટા સ્ટોરી ઉપર પણ માલદીવની સતત તસવીરો શેર કરી છે. લાઈટ પર્પલ ડ્રેસમાં અનિતા ખુબ જ સુંદર દેખાઈ રહી છે. આ આઉટફિટમાં અનિતાએ એક વીડિયો પણ શેર કર્યો છે. જેને જોઈને તેની ખુશીનો પણ અંદાજો લગાવી શકાય છે.
અનિતાનો પતિ રોહિત રેડ્ડી પણ તેની પત્ની અને દીકરા સાથે મસ્તી કરતો જોવા મળી રહ્યો છે, જેની તસ્વીર પણ તેને શેર કરી છે. દીકરા સાથે પોતાની આડા અવળી તસ્વીર શેર કરવાની સાથે રોહિતે લખ્યું છે, “પોઝર્સનું કપલ”. જેના ઉપર ઘણા લોકોએ કોમેન્ટ કરી અને બાપ-દીકરાને એક જેવા ગણાવ્યા છે.
તો અનિતા સાથે એક રિલેક્સ કરતી તસવીર શેર કરવાની સાથે જ રોહીતી લખ્યું છે, “બધી જ ખુશીઓ સારા બ્રેકફાસ્ટ ઉપર નિર્ભર છે અને એક સુંદર નજારો.” તેની સાથે જ રોહિતે માલદીવના પોતાના લોકેશનને પણ ક્રેડિટ આપ્યું છે જ્યાં તેને આ શાનદાર અનુભવને જીવવાનો મોકો મળ્યો છે.