કોરોનાની મહામારી વચ્ચે બૉલીવુડ અને ટીવી જગતમાં એક પછી એક દિગ્ગજ કલાકારોના નિધનથી દુઃખનો માહોલ સર્જાયેલો છે. એવામાં એક વાર ફરીથી લોકપ્રિય શો યે હૈ મોહબ્બતેં માં શગુનનો કિરદાર નિભાવીને પ્રખ્યાત થયેલી અભિનેત્રી અનિતા હસનંદાનીના સસરાનું નિધન થઇ ગયું છે.
બોલીવુડ ફિલ્મોમાં પણ કામ કરી ચુકેલી અનિતા પોતાના સસરાની ખુબ જ નજીક હતી. અનિતા સસરાનાઅનિધનથી ખુબ જ દુઃખી થઇ ગઈ છે.
અનિતાએ સસરાના નિધનની જાણકારી સોશિયલ મીડિયા દ્વારા આપી છે અને ભાવુક મેસેજ પણ લખ્યો છે. શેર કરેલી તસ્વીરમાં અનિતાના પતિ રોહિત રેડ્ડીએ પપ્પાનો હાથ પકડી રાખ્યો છે. તસ્વીરને જોઈને લાગી રહ્યું કે કે તે કોઈ હોસ્પિટલની છે.
તસ્વીર શેર કરતા રોહિત રેડ્ડીએ લખ્યું કે,’પપ્પા તમે ખુબ જ યાદ આવશો. તમે મારા હીરો હતા, છો અને હંમેશા રહેશો. તમારા માટે અહીં મારી નાની એવી પ્રાર્થના’.
અનિતાએ પણ ભાવુક પોસ્ટ કરતા લખ્યું કે,”હું 16 વર્ષની હતી જ્યારે મેં મારા પપ્પાને ગુમાવ્યા હતા અને ત્યારે હું લગ્નના સપના જોઈ રહી હતી જેથી પપ્પાનું ખાલીપણું એક સસરા પૂર્ણ કરી શકે. પાપા તમે મને એક દીકરીની જેમ પ્રેમ કર્યો છે, રોહિત કરતા પણ વધારે પ્રેમ કર્યો છે.
હું નસીબદાર હતી તમને મારા જીવનમાં મેળવીને. દરેક વસ્તુ માટે તમારો આભાર પપ્પા. તમે દરેક ક્ષણ યાદ આવશો અને હંમેશા મારા દિલમાં રહેશો.
Author: GujjuRocks Team
પરમ કૃપાળુ પરમાત્મા એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના