અનિતા હસનંદાનીએ દીકરા માટે ખરીદ્યું શાનદાર ઘોડિયું, કિંમત જાણીને જ તમે ચોંકી ઉઠશો, હમણાં મળી રહ્યું છે 50 ટકા ડિસ્કાઉન્ટ

ટીવી અભિનેત્રી અનિતા હસનંદાની થોડા સમય પહેલા જ માતા બની છે. તેને એક દીકરાને જન્મ આપ્યો છે અને પોતાના દીકરાનું નામ તેને આરવ રાખ્યું છે. ત્યારે અનિતા અને તેનો પતિ રોહિત રેડ્ડી પોતાના દીકરા સાથેની ઘણી તસવીરો  સોશિયલ મીડિયામાં શેર કરતા રહે છે.

હાલમાં જ અનિતાએ પોતાના દીકરા માટે એક ઘોડિયું ખરીદ્યુ છે. જેની તસ્વીર તેને પોતાના સોશિયલ મીડિયામાં શેર કરી છે. આરવ આ પારણામાં સૂતો નજર આવી રહ્યો છે. જયારે તેની મા અનિતા અને તેના પપ્પા રોહિત રેડ્ડી પ્રેમાળ નજરોથી પોતાના દીકરાને જોતા નજર આવી રહ્યા છે.

આ ખુબ જ સુંદર તસ્વીર શેર કરવાની સાથે અનિતાએ એક ખુબ જ સુંદર નોટ પણ લખી છે, તો સાથે જ આજે અમે તમને આ પારણાની કિંમત વિશે પણ જણાવીશું. અનિતાએ આ તસ્વીર શેર કરવાની સાથે જ લખ્યું છે, “જયારે તમારી પાસે એક બેબી હોય.

ત્યારે તમે નક્કી કરો કે તે સુરક્ષિત અને સારો અનુભવ કરે. એટલા માટે મેં અને રોહીતે આ સુપર ક્યૂટ પારણું અને કોટ લેવાનો નિર્ણય કર્યો.  જેમાં તે ખુબ જ સરળતાથી ખાઈ શકે છે. રમી શકે છે. સુઈ શકે છે અને બધું જ બીજીવાર કરી શકે છે મને હેરાન કર્યા વગર.”

અનિતા આગળ લખે છે કે, “જે રીતે તે મારા ખોળામાં સુરક્ષિત અનુભવે છે. મેં તેને એવી જ રીતે આ ઝૂલામાં અનુભવતો જોયો છે.” જોકે આ આનિતાની એક પ્રમોશનલ નોટ છે. પરંતુ ભાવના એક માની છે.

જો તમે પણ તમારા બેબી માટે આવું પારણું અને કોટ લાવવા માંગતા હોય તપ તમારે તેના માટે માત્ર 9500 રૂપિયા ખર્ચ કરવાના રહેશે. આ પારણાની કિંમત 18,999 રૂપિયા છે. પરંતુ તેને તમે 50 ટકા ડિસ્કાઉન્ટ સાથે મેનમોમ્સ ડોટ ઈન ઉપર ખરીદી શકો છો.

તમને જણાવી દઈએ કે અનિતાએ ગયા મહિનાની 9 તારીખે દીકરા આરવને જન્મ આપ્યો હતો. ત્યારબાદ તે પોતાના મધરહુડને ખુબ જ એન્જોય કરી રહી છે અને સોશિયલ મીડિયા ઉપર પણ ખુબ જ એક્ટિવ રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Anita H Reddy (@anitahassanandani)

સેલેબ્રિટીઓ માટે માલદીવ હવે તેમનું મનગમતું ટુરિસ્ટ પોઇન્ટ બની ગયું છે, ઘણા કલાકારો કોરોના અને લોકડાઉન બાદ માલદીવમાં રજાઓ માણતા જોવા મળ્યા, કરીના કપૂર પણ માલદિવનાં પ્રવાસે છે ત્યારે હાલ અભિનેત્રી અનિતા હસનંદાની પણ માલદીવમાં રજાઓનો આનંદ માણી રહી છે, જેની કેટલીક તસ્વીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

નાગિન ફેમ ટીવી અભિનેત્રી અનિતા હસનંદાની હાલમાં પરિવાર સાથે માલદીવમાં નીકળી ગઈ છે. અનિતાએ માલદીવમાંથી પોતાની ઘણી તસવીરો પણ શેર કરી છે. જેમાં અનિતા તેના પતિ રોહિત રેડ્ડી, દીકરા રાવ અને અનિતાની માતા સાથે આઇલેંડમાં સોનેરી મોસમનો લુપ્ત ઉઠાવી રહી છે.

અનિતાની આ પહેલી આઇલેન્ડ ટ્રીપ છે જેને નાનો આરવ પણ ખુબ જ એન્જોય કરી રહી છે. અનીતાએ આ ટ્રીપ ઉપર પોતાના માટે પણ સારો સમય કાઢ્યો છે. જેમાં તે લાઈટ મેકઅપમાં જોવા મળી રહી છે. પોતાની સોલો તસ્વીરમાં અનિતા પિન્ક, પર્પલ એન્ડ બ્લુ બલૂન સ્લીવ આઉટફિટ પહેરેલી નજર આવી રહી છે.

અનિતાએ પોતાના આઈ મેકઅપને પોતાના આઉટફિટ સાથે મચ કર્યો છે. અનિતાની આંખો ઉપર પિન્ક હાઈલાઈટ પણ ખુબ જ સુંદર લાગી રહી છે. પોતાની સેલ્ફી શેર કરવાની સાથે અનિતા લખે છે કે, “Selfieism In Maldiveissmmm”. તેની આ તસ્વીર ઉપર ઘણા સેલેબ્સ અને તેના ચાહકો અનિતાની પ્રસંશાના પુલ બાંધી રહ્યા છે.

કેટલાક લોકોએ તેને સ્ટનિંગ જણાવી છે અને ઘણા લોકોએ તેની આ પોસ્ટ ઉપર ફાયર ઈમોજી પોસ્ટ કરી અને તેની પ્રસંશા પણ કરી છે. અનિતાએ પોતાની ઇન્સ્ટા સ્ટોરી ઉપર પણ માલદીવની સતત તસવીરો શેર કરી છે. લાઈટ પર્પલ ડ્રેસમાં અનિતા ખુબ જ સુંદર દેખાઈ રહી છે. આ આઉટફિટમાં અનિતાએ એક વીડિયો પણ શેર કર્યો છે. જેને જોઈને તેની ખુશીનો પણ અંદાજો લગાવી શકાય છે.

અનિતાનો પતિ રોહિત રેડ્ડી પણ તેની પત્ની અને દીકરા સાથે મસ્તી કરતો જોવા મળી રહ્યો છે, જેની તસ્વીર પણ તેને શેર કરી છે. દીકરા સાથે પોતાની આડા અવળી તસ્વીર શેર કરવાની સાથે રોહિતે લખ્યું છે, “પોઝર્સનું કપલ”. જેના ઉપર ઘણા લોકોએ કોમેન્ટ કરી અને બાપ-દીકરાને એક જેવા ગણાવ્યા છે.

Niraj Patel