મનોરંજન

બેબીમુન ઉપર સૌથી મોટા બાળક સાથે નજર આવી “યે હે મોહબ્બતે”ની અભિનેત્રી, ફ્લોન્ટ કર્યો બેબી બંપ

ટીવી ઇન્ડસ્ટ્રીમાં ધડાકો: હજુ એક અભિનેત્રી થઇ પ્રેગ્નન્ટ, જુઓ તસ્વીરો

કોરોના વાયરસની મહામારી બાદ ટીવી અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી ઘણા ખરાબ સમાચાર આવ્યા છે તો ઘણા સારા સમાચાર પણ આવ્યા છે. ટીવી અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ઘણી અભિનેત્રીઓએ માતા બનાવના સમાચાર પણ આપ્યા છે જેના કારણે તેમના ચાહકો ખુબ જ ખુશ પણ છે.

Image Source : (Instagram: anitahassanandani)

એવી જ એક ટીવી ધારાવાહિક “યે હે મોહબ્બતે”ની અભિનેત્રી અનિતા હંસનંદાનીએ હાલમાં જ સોશિયલ મીડિયા દ્વારા એ વાતની જાહેરાત કરી છે કે તે જલ્દી જ પોતાના બાળકને જન્મ આપવાની છે.

Image Source : (Instagram: anitahassanandani)

અનિતાએ હવે પોતાના બેબી મુનની તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી છે. તસ્વીરોમાં અનિતા પોતાના પતિ રોહિત શેટ્ટી સાથે નજર આવી રહી છે. તસ્વીરમાં અનિતા કાળા રંગના પોલ્કા ડોટ્સ વાળા આઉટફિટમાં નજર આવી રહી છે. તસ્વીરોમાં અનિતાનો બેબી બમ્પ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.

Image Source : (Instagram: anitahassanandani)

અનિતાની આસપાસ ઘણા બધા કાળા, સફેદ અને સોનેરી રંગના ફુગ્ગા જોવા મળી રહ્યા છે. આ તસવીરોને શેર કરતા અનિતાએ લખ્યું છે કે: “સ્વાઇપ કરો. તમને આ તસ્વીરોમાં સૌથી મોટું બાળક પણ નજર આવશે.”

Image Source : (Instagram: anitahassanandani)

મોટાભાગના સેલેબ્રિટીઓએ અનિતા દ્વારા શેર કરવામાં આવેલી તસવીરો ઉપર પોતાની પ્રતિક્રિયા આપી છે. બૉલીવુડ અભિનેત્રી મૌની રોયે પણ ઘણા બધા દિલ વાળું ઈમોજી પોસ્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી છે.

Image Source : (Instagram: anitahassanandani)

મોહિત કાઠુરિયા, ઋદ્ધિમાં પંડિત, વત્સલ શેઠ, અદા ખાન અને દલજીત કૌર જેવા તમામ સેલેબ્સે ઈમોજી અથવા તો કોમેન્ટ કરીને પ્રતિક્રિયાઓ આપી છે. આ તસ્વીરને 3 લાખથી વધારે લોકોએ લાઈક અને શેર કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Anita H Reddy (@anitahassanandani) on

પોતાના પહેલા બાળકના નિર્ણય વિશે થોડા દિવસ પહેલા જ એક વિડીયો શેર કરી અને અનિતાએ કહ્યું હતું: “એવું લાગે છે કે આ પરફેક્ટ ટાઈમિંગ છે. અમે છેલ્લા 10 વર્ષથી સાથે છીએ. અને લગ્નના બંધનમાં બંધાયે અમને 7 વર્ષ થઇ ગયા છે.”

 

View this post on Instagram

 

A post shared by Anita H Reddy (@anitahassanandani) on

વીડિયોમાં તેને જણાવ્યું હતું કે “અમે બધી જ રીતે તૈયાર છીએ, આ વર્ષે અમે એક બાળક સાથે સેટલ થઇ જવા માંગીએ છીએ અને આ પરફેક્ટ રીતે થઇ શકે છે.