ખબર ફિલ્મી દુનિયા

પતિ રોહિત સાથે ક્લિનિકની બહાર સ્પોટ થઇ અનિતા હસનંદાની, જલ્દી જ મળી શકે છે ખુશ ખબરી

વિરાટ અનુષ્કા પછી હજુ એકને જલ્દી બચ્ચું આવશે? જુઓ તસવીરો

બોલિવુડ અને ટીવીની કેટલીક ખ્યાતનામ અભિનેત્રીઓએ આ વર્ષે ખુશ ખબરીઓ આપવાની તૈયારી કરી લીધી છે. ગઈકાલે બૉલીવુડ અભનેત્રી અનુષ્કા શર્માએ દીકરીના જન્મની ખુશ ખબરી આપી, તો કરીના કપૂર પણ જલ્દી જ ખુશ ખબરી આપશે, આ બધા વચ્ચે ટીવીની અભિનેત્રી અનિતા હસનંદાની પણ જલ્દી જ ખુશ ખબરી આપી શકે છે.

હાલમાં જ અનિતા ક્લિનિકની બહાર પોતાના પતિ રોહિત સાથે સ્પોટ થયેલી જોવા મળી હતી. અનિતા સોશિયલ મીડિયામાં પણ ખુબ જ છવાયેલી રહે છે અને તે પોતાનો બેબી બમ્પ પણ ખાસ અંદાજમાં ફ્લોન્ટ કરતી જોવા મળે છે.

અનીતાને તેના પતિ રોહિત સાથે ખારની એક વુમન હોસ્પિટલની બહાર જોવામાં આવી હતી, જેની ઘણી તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

આ દરમિયાન અનિતાએ સફેદ કલરનો મેક્સી ડ્રેસ પહેર્યો હતો. આ ડ્રેસની અંદર તેનો બેબી બમ્પ પણ સ્પષ્ટ નજર આવી રહ્યો હતો. તો રોહિતે સફેટ ટી શર્ટ અને બ્લુ જીન્સ પહેર્યા હતા.

આ કપલે મીડિયાને જોઈને ઘણા પોઝ પણ આપ્યા હતા. ચાહકો દ્વારા તેમની આ તસ્વીરોને ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યા છે. થોડા સમય પહેલા અનીતાનું બેબી શૉવરનું પણ આયોજન પણ પ્રોડ્યુસર એકતા કપૂર દ્વારા કરવામાં આવ્યું હતું કેની પણ ઘણી તસવીરો વાયરલ થઇ હતી.

અનિતા 39ની ઉંમરમાં માતા બનવા જઈ રહી છે. આ દરમિયાન તેનો પતિ રોહિત પણ તેનું ખાસ ધ્યાન રાખતો જોવા મળે છે. અનિતા પોતાના પ્રેગ્નેન્સી પીરીયડને પણ ખુબ જ એન્જોય કરી રહી છે. તે જલ્દી જ ખુશ ખબરી આપી શકે છે.