અનિતાના દીકરાના નામને લઈને થઇ ગયો મોટો ખુલાસો, જુઓ વિડીયો
ટીવી અભિનેત્રી અનિતા હસનંદાની અને તેના પતિ રોહિત રેડ્ડીએ તેમના દીકારાના નામનો ખુલાસો કર્યો છે તેમણે તેમના દીકરાનું નામ “આરવ” રાખ્યુ છે. તે સોશિયલ મીડિયા પર ઘણીવાર દીકરાની તસવીર શેર કરે છે પરંતુ તેણે આજ સુધી કયારેય દીકરાનો ચહેરો બતાવ્યો નથી.

અનીતાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર એ વીડિયો શેર કર્યો છે જે ખૂબ મજેદાર છે. તેણે આ વીડિયો શેર કરી તેમના દીકરાના નામનો ખુલાસો કર્યો છે.

અનીતા અને રોહિતે વર્ષ 2013માં લગ્ન કર્યા હતા. રોહિત એક બિઝનેસમેન છે. અનીતાએ જે વીડિયો શેર કર્યો છે તેમાં અનીતાના બેબી બેપ પર એક બોમ્બ છે અને રોહિત તેને સળગાવે છે આવું કરવાથી બ્લાસ્ટ થાય છે અને બાદમાં અનીતાના હાથમાં બેબી આવે છે.

સોશિયલ મીડિયા પર અનીતા અને રોહિતના આ ક્રિએટીવ અંદાજની લોકો ખૂબ પ્રશંસા કરી રહ્યા છે.
View this post on Instagram
અનીતા અને રોહિત 9 ફેબ્રુઆરીના રોજ પેરેન્ટ્સ બન્યા હતા. માતા બન્યા બાદ અનીતાએ દીકરાની પહેલી જલક શેર કરી હતી. આ ઉપરાંત પતિ સાથે તેણે દીકરાની પહેલી તસવીર શેર કરી હતી.
View this post on Instagram
અનીતાના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તે છેલ્લે એકતા કપૂરનો ટીવી શો “નાગિન 4″માં જોવા મળી હતી. આ પહેલા તેણે “નાગિન 3″માં વિશાખા ખન્નાનું પાત્ર ભજવ્યુ હતું.અનીતા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને અવાર-નવાર તે અનેક તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. અનીતાની સોશિયલ મીડિયા પર ફેન ફોલોઇંગ પણ સારી છે.
View this post on Instagram