મનોરંજન

પત્નીના બેબી બમ્પ સાથે આ શું કરી રહ્યો છે પતિ? હવે ગમે ત્યારે માતા બની શકે છે ટીવીની આ નાગિન

પત્નીના બેબી બમ્પ સાથે આ શું કરી રહ્યો છે પતિ? ઉફ્ફ જુઓ તસવીરો

બૉલીવુડ અને ટીવી જગતમાંથી ખુશ ખબરીઓ આવવાનું શરૂ થઇ ગયું છે, વિરાટ અને અનુષ્કાના માતા-પિતા બન્યા બાદ કરીના અને સૈફ પણ જલ્દી જ માતા બનશે ત્યારે ટીવી અભિનેત્રી અનિતા હસનંદાની પણ જલ્દી જ ખુશ ખબરી સંભળાવી શકે છે.

અનિતા સોશિયલ મીડિયામાં પણ ખુબ જ એક્ટિવ રહે છે. તે ચાહકો સાથે પણ હંમેશા જોડાયેલી રહે છે, અનિતાના બેબી બમ્પની ઘણી તસવીરો ઇન્ટરનેટ ઉપર પણ છવાયેલી છે અને ચાહકો પણ તેને ખુબ જ પસંદ કરી રહ્યા છે.

આ દરમિયાન જ અનિતાની એક બીજી તસવીર પણ વાયરલ થઇ રહી છે, જેમાં તે તેના પતિ રોહિત રેડ્ડી સાથે નજર આવી રહી છે. અને રોહીતી ખુબ જ ખાસ અંદાજમાં અનિતાના બેબી બમ્પને ચુમતો નજર આવી રહ્યો છે. રોહિત પણ પોતાના આવનારા બાળકની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Rohit Reddy (@rohitreddygoa)

અનિતાના પતિ રોહિત રેડ્ડીએ પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર ત્રણ તસવીરો શેર કરી છે, જેમાં બેબી બમ્પ સાથે રોહિતનો ખાસ અંદાજ જોવા મળી રહ્યો છે, પહેલી તસ્વીરની અંદર રોહિત બેબી બમ્પને પંચ કરતો નજર આવે છે તો બીજી તસવીરમાં તે બેબી બમ્પને કિસ કરી રહ્યો છે અને ત્રીજી તસ્વીરમાં બેબી બમ્પ જોઈને તે કઈ વિચારતો નજર આવે છે.

રોહિતે ફોટો શેર કરવાની સાથે જ કેપશનમાં લખ્યું છે કે, “હજુ પણ એક બેબીની કેમ જ સુઈ રહ્યું છે ? જાગવાનો સમય આવી ગયો છે. લગભગ સમય આવી ગયો છે.” અનિતાએ આઠમા મહિનામાં મેટરનિટી શૂર પણ કરાવ્યું હતું, જેની ઝલક તેને ઇન્સ્ટાગ્રામ ઉપર શેર પણ કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Rohit Reddy (@rohitreddygoa)

અનિતા ખુબ જ જલ્દી પોતાના ઘરમાં આવનારા નવા મહેમાનની ખુશ ખબરી આપી શકે છે. અનિતા ટીવી જગતની ખુબ જ ખ્યાતનામ અભિનેત્રીઓમાંથી એક છે. તેને ઘણી ધારાવાહિકોમાં કામ કર્યું છે.