જીવનશૈલી હેલ્થ

દોઢ વર્ષમાં 34 કિલો વજન ઘટાડીને fat to fit થઇ આ NRI મહિલા, આ ડાઇટથી બ્લડ શ્યુગર પણ કર્યું કંટ્રોલ

હાલના સમયમાં વજન ઘટાડવો કોઈ સપનાથી ઓછું નથી કેમ કે એકવાર વજન વધી ગયા પછી તેને ઘટાડવું ખુબ મુશ્કિલ કામ છે. પણ વજન ઘટાડવાનું આ સપનું 47 વર્ષની અનિંદિતા દેવઘરિયા નામની મહિલાએ સાકાર કરી બતાવ્યું છે. અનિંદિતા બે બાળકોની માં છે અને આગળના 22 વર્ષોથી અમેરિકામાં રહે છે.

Image Source

અમુક મહિનાઓ પહેલા 102 કિલોની અનિંદિતાએ વજન ઘટાડવાનો સંકલ્પ કર્યો અને વજન ઘટાડવાંની સફર શરૂ કરી દીધી. તેની આ મહેનત રંગ લાવી અને આજે અનિંદિતાનું વજન 68 કિલો છે. એવામાં આજે અમે તમને અનિંદિતાની વજન ઘટાડવાની સફર વિશે જણાવીશું જેનું તમે પણ પાલન કરીને તમારું વજન ઘટાડી શકશો.

ફાર્માસ્યુટિકલ રેગ્યુલેટરી કંપની, ગ્લોબલ ફાર્મા કન્સલ્ટન્ટ્સ, એલએલસીની પ્રેઝીડેન્ટ અનિંદિતાની ફિટનેસની સફર જાન્યુઆરી 2016 માં શરૂ થઇ હતી. પોતાના વજનને ઘટાડવા માટે તેને દોઢ વર્ષ જેટલો સમય લાગ્યો હતો. અનિંદિતાનું કહેવું છે કે વજન ઘટાડવો એક પ્રક્રિયા છે ન કે કોઈ એવી વસ્તુ જે એક રાતમાં થઇ જાય. અનિંદિતાએ એવું પણ કહ્યું કે હું તે મહિલાઓને પ્રોત્સાહિત કરવા માંગુ છું જે અમુક ઉંમર પછી આશાહીન બની જાય છે અને પોતાનું વજન ઘટાડી નથી શકતી.

Image Source

કેવી રીતે કરી શરૂઆત:
અનિંદિતાએ કહ્યું કે,”મેં વેગન(શાકાહારી) ડાઈટ પ્લાનથી શરૂઆત કરી હતી. મેં ડૉ.જોએલ ફુહરમૈન દ્વારા લખેલી ‘ઈટ ટુ લિવ’ નામનું પુસ્તક વાંચ્યું અને મેં તેનું પાલન કર્યું અને માત્ર બે અઠવાડિયામાં 6 કિલો સુધી વજન ઘટાડ્યું. તેના પછી મેં બૉલીવુડ એક્સરસાઇઝ ક્લાસ પણ જોઈન કર્યું. શરૂઆતમાં આ બધું કરવું ખુબ મુશ્કિલ કામ હતું, પણ મેં ધ્યાન આપવાનું શરૂ કર્યું કે મારા સ્ટૅમિનામાં અંતર આવી રહ્યું છે. મારું વજન ઓછું થવાનું શરૂ થઇ ગયું હતું.”

અન્ય પણ હતી બીમારીઓ:
અનિંદિતાએ કહ્યું કે,”મને ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર જેવી અન્ય સ્વાસ્થ્યને લગતી પણ બીમારીઓ હતી. મને ખબર હતી કે મારે ઝડપથી મારુ વજન ઓછું કરવાની જરૂર છે. જો હું એવું ન કરતી તો મને ઇન્સ્યુલિન લેવાની પણ જરૂર પડે તેમ હતી, જે હું બિલકુલ પણ ઇચ્છતી ન હતી. જેના પછી મેં ડાઈટ પ્લાનનું પાલન કરવાનો નિર્ણય લીધો. જેમાં લો કાર્બ અને હાઈ પ્રોટીન શામિલ હતું. આ સિવાય મેં સ્ટ્રેન્થ ટ્રેનિંગ લેવાનું પણ શરૂ કરી દીધું હતું.

અનિંદિતાએ કહ્યું કે,”એક સમયે મારા ડાયાબિટીસનું સ્તર 11.4 હતું અને આજે તે 5.8 થઇ ગયું છે જેને લીધે હું ખુબ જ ખુશ છું. ડોકટરે મારી બીજી દવાઓ પણ બંધ કરી દીધી છે. એક સમય હતો જ્યારે હું ડાયાબિટીસ માટે 6 થી 7 દવાઓ લઇ રહી હતી અને મારું બ્લડ શ્યુગર ત્યારે પણ કંટ્રોલમાં રહેતું ન હતું.”

Image Source

તમારો રોજનો ડાઈટ પ્લાન શું છે?”
પોતાની ડાઈટ વિશે જણાવતા અનિંદિતાએ કહ્યું કે હું અત્યારે પણ લો કાર્બ અને હાઈ પ્રોટીન ડાઈટ જ લઇ રહી છું. હું રાતે ઓટ્સ અને સ્ટ્રોબેરી પાણીમાં રાખું છું અને તેને સવારે તજ પાઉડરની સાથે ખાઉં છું. હું મારી પ્લેટમાં ખુબ જ બારીકીથી નજર રાખું છું.

હું બપોરના ભોજનમાં પ્રોટીન શેક પણ લઉં છું અને રાતે રોટલી અને ઘણા શાકભાજીઓ અને પ્રોટીન લઉ છું. વચ્ચેના સમયમાં મને જો ભૂખ લાગે તો હું અમુક નટ્સ કે સફરજનના ટુકડા કે પીનટ બટર લઉ છું. હું ચોખા, બટેટા, મીઠાઈઓ ખાવાનું પસંદ નથી કરતી. મેં આગળના અમુક વર્ષોથી ચાની અંદર ખાંડ નાખવાનું પણ બંધ કરી દીધું છે. આ સિવાય હું મારા ભોજનમાં પણ બને ત્યાં સુધી ઓછી ખાંડ લેવાનું પસંદ કરું છું. આ સિવાય હું ફણગાવેલા મગ અને અન્ય બીન્સ ખાવાનું પણ પસંદ કરું છું.

Image Source

રોજનું વર્કઆઉટ:
અનિંદિતાએ કહ્યું કે,”હું અઠવાડિયામાં ત્રણથી ચાર વાર એક કલાક વર્કઆઉટ(બૉલીવુડ ઝુમ્બા) કરું છું. જ્યારે મૈં મારુ મોટાભાગનું વજન ઘટાડી લીધું તો મેં એક પર્સનલ ટ્રેનરની સાથે અઠવાડિયામાં બે દિવસ સ્ટ્રેન્થ ટ્રેનિંગ લેવાનું પણ શરૂ કરી દીધું હતું.”

બીજી મહિલાઓ માટે સંદેશ:
તમે આવી એકલી મહિલા નથી જેને વજન ઓછું કરવું હોય, અને વજન ઓછું કરવું મુશ્કિલ છે પણ અશક્ય નથી. માત્ર એક કાર્યક્રમને પસંદ કરો અને તેની સાથે અંત સુધી જોડાયેલા રહો. જ્યારે તમે તમારું લક્ષ્ય મેળવી લેશો તો એકદમ સ્વસ્થ થઈ જશો, અને તેનાથી સારી ભાવના તમારા માટે બીજી કોઈપણ નહિ હોય.

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.