આ ભાઈએ ભરેલા બજારની અંદર કર્યો એવો પ્રેન્ક કે લોકોના શ્વાસ પણ થઇ ગયા અઘ્ધર, વીડિયો જોઈને તમારા રૂંવાડા પણ ઉભા થઇ જશે

રસ્તા પર આચાનક જોવા મળી ગયો લોકોને ડાયનાસોર, લોકો જીવ બચવાની ભાગવા લાગ્યા, જુઓ વાયરલ થઇ રહેલો પ્રેન્ક વીડિયો

ઇન્ટરનેટ પર ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે જેમાં કેટલાક પેટ પકડીને હસાવનારા હોય છે તો કેટલાક હેરાન કરી દેનારા હોય છે, સાથે જ ઘણા લોકો પ્રેન્ક વીડિયો પણ બનાવતા હોય છે જે જોવાની ખુબ જ મજા પણ આવતી હોય છે, આ લોકો ઘણીવાર એવા એવા પ્રેન્ક કરતા હોય છે જેને જોઈને લોકોના શ્વાસ પણ અઘ્ધર થઇ જતા હોય છે, હાલ એવો જ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં બજારમાં રસ્તા પરથી પસાર થતા કેટલાક લોકો એ ભયાનક પ્રાણીને જોઈને લે છે જેના બાદ તેમના શ્વાસ અઘ્ધર થઇ જાય છે અને આમતેમ દોડવા લાગે છે. જો કે આ પ્રેન્ક વીડિયો છે પરંતુ લોકોને તેના વિશેની ખબર નથી હોતી અને તેના કારણે જ તે ડરી જતા હોય છે.

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે એક માણસ રસ્તા પર ઝડપથી દોડતો જોવા મળે છે. આ વ્યક્તિને દોડતા જોઈને અન્ય લોકો પણ મૂંઝાઈ ગયા. જ્યારે લોકોએ જોયું કે બીજી બાજુથી એક ખતરનાક પ્રાણી આવી રહ્યું છે, ત્યારે તેઓ ડરી ગયા. જોકે, પાછળથી ખબર પડી કે આ પ્રાણીની અંદર એક માણસ છે. આ એક પ્રેન્કનો વીડિયો છે. પ્રૅન્ક વીડિયોમાં દેખાતું પ્રાણી ડાયનાસોર જેવું લાગે છે.

આ વાયરલ વીડિયોને Enezator નામના યુઝરે ટ્વિટર પર શેર કર્યો છે, જેને 8 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે.આ ઉપરાંત આ વીડિયો પર ઘણા લોકોની ટિપ્પણીઓ જોવા મળી રહી છે. એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું છે કે આવી મજાક ન કરવી જોઈએ. કોમેન્ટ કરતી વખતે અન્ય યુઝરે લખ્યું, “આ ભારે પ્રેન્ક છે.”

Niraj Patel