બાઈક ચાલકે રોડ પરથી પોતાના ઢોરને લાકડી ફટકારી, ઢોર ભાગીને સીધું જ સ્કૂટર ચાલક યુવતી સાથે અથડાયું, ઢોર માલિક થયો ફરાર, આખો નજરો CCTVમાં કેદ, જુઓ વીડિયો

CCTV માં કેદ થઇ વિચિત્ર ઘટના, ઢોરના રખેવાડે બાઇકમાં ઢોરને ભગાવ્યું, બિચારી યુવતી હડફેટે ચડી, ખરાબ હાલત થઇ, જુઓ વીડિયો

stray bull hit a girl in Rajkot : ગુજરાતમાં રખડતા ઢોર (Stray cattle) નો ત્રાસ હજુ પણ યથાવત છે, હાઇકોર્ટ (High Court) ની ફટકાર છતાં પણ સ્થિતિ જૈસે કી તૈસી જેવી જ છે. ત્યારે ઘણા લોકો રખડતા ઢોરની અડફેટે આવીને ઈજાગ્રસ્ત બન્યા છે તો કેટલાક લોકો મોતને પણ ભેટ્યા છે. ત્યારે હહલા રાજકોટ (rajkot) માંથી એક ઘટનાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક રખડતા ઢોરે એક સ્કૂટર ચાલક યુવતીને પોતાની અડફેટે લીધી હતી.

ખુંટીયાએ યુવતીને લીધી અડફેટમાં:
આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટના વેલનાથ ચોક પાસેથી એક યુવતી પોતાનું સ્કૂટર લઈને પસાર થઇ હતી, તે દરમિયાન જ એક ખુંટીયાએ યુવતીને અડફેટે લીધી હતી. જેમાં યુવતી ઈજાગ્રસ્ત બની હતી. ત્યારે આ સમગ્ર ઘટના ત્યાં દૂર લાગેલા એક સીસીટીવીમાં કેદ થઇ ગઈ હતી અને તેનો વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે.

CCTVમાં ઢોર માલિક ભાગતો જોવા મળ્યો:
વાયરલ થઇ રહેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે રોડ પર ખુંટીયો ચાલી રહ્યો છે અને તેની પાછળ તેનો માલિક બાઈક પર લાકડી લઈને આવી રહ્યો છે. તે ખુંટીયાને લાકડીથી ફટકારે છે અને ખુંટીયો ભાગવા લાગે છે, સામેથી એક યુવતી સ્કૂટર લઈને આવી રહી હોય છે, ત્યારે જ ખુંટીયો રોડની બીજી તરફ જઈને યુવતીને અડફેટમાં લે છે. વીડિયોમાં એ પણ જોવા મળી રહ્યું છે કે ઢોર માલિક મદદ કરવાના બદલે બાઈક હંકારીને ભાગવા લાગે છે.

પોલીસે નોંધી ફરિયાદ:
ત્યારે આ મામલે ઘટનામાં ઈજાગ્રસ્ત બનનાર 24 વર્ષીય જીજ્ઞાબેન મકવાણાએ કાળા રંગના ખુંટીયાના મલિક વિરુદ્ધ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલસીએ આ મામલે આઇપીસી કલમ 289 અને ગુજરાત પોલીસ એક્ટ કલમ 90 (A) મુજબ અજાણ્યા ઢોર માલિક વિરુદ્ધ ગુન્હો નોંધીને તપાસ હાથ ધરી છે. પોલીસે પાસે સાબિતી રૂપ ઘટનાના CCTV ફૂટેજ પણ છે.

Niraj Patel