મુકેશ અંબાણીના ભાઇ અનિલ અંબાણી પત્ની ટીના અંબાણી સાથે પહોંચ્યા અનંત-રાધિકાની સગાઇમાં, સાડીમાં ખૂબસુરત લાગી રાધિકાની કાકી સાસુ

ભત્રીજાના લગ્નમાં આશીર્વાદ આપવા પહોંચ્યા કાકા-કાકી અનિલ અંબાણી-ટીના અંબાણી, જુઓ તસવીરો…

હાલ મુકેશ અંબાણીના પરિવારની ખુશીઓ સાતમા આસમાને છે. કારણ કે મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણીની તેની લોન્ગ ટાઇમ ગર્લફ્રેન્ડ રાધિકા મર્ચન્ટ સાથે સગાઈ થઇ છે. બહુચર્ચિત કપલે 19 જાન્યુઆરી 2023ના રોજ જૂની પરંપરાગત વિધિઓ બાદ સત્તાવાર રીતે સગાઇ કરી. અંબાણી પરિવારની અન્ય ભવ્ય પાર્ટીઓની જેમ આ પાર્ટીમાં પણ અનેક સેલિબ્રિટીઓએ હાજરી આપી હતી. અનંતના કાકા-કાકી અનિલ અંબાણી અને પત્ની ટીના અંબાણી પણ કપલને આશીર્વાદ આપવા પહોંચ્યા હતા.

મુકેશ અંબાણીના આલીશાન બંગલા એન્ટિલિયામાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની સગાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. આખો અંબાણી પરિવાર એકસાથે પોઝ આપતો જોવા મળ્યો હતો. ફંક્શનમાં અનંત અંબાણીના કાકા-કાકી અનિલ અંબાણી અને નીતા અંબાણી ટ્રેડિશનલ લુકમાં સગાઇની પાર્ટીમાં પહોંચ્યા હતા. ટીના અંબાણી સિલ્ક ગ્રે અને ગોલ્ડન કલરની સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. ત્યાં અનિલ અંબાણી ગુલાબી એથનિક કુર્તામાં સારા દેખાઈ રહ્યા હતા.

ટીના અંબાણી અને અનિલ અંબાણીની અદભૂત સ્ટાઇલ જોઈને લોકો દંગ રહી ગયા. બંનેએ કેમેરામેનને જોરદાર પોઝ આપ્યા હતા. ટીના અંબાણી ફિલ્મોથી દૂર છે પણ તેમ છત્તાં તે ખૂબ જ સ્ટાઇલિશ રહે છે. ટીના અંબાણીએ સિલ્કની સાડી સાથે પોટલી બેગ કેરી કરી હતી, અને આ દેખાવને ડાયમંડ નેકપીસ સાથે કંપલીટ કર્યો હતો. ટીના અંબાણીએ ભત્રીજાની સગાઈ માટે પોઝ આપતાં ખૂબ જ સરસ સ્માઇલ પણ આપી હતી. અનંત અને રાધિકાના લુકની વાત કરીએ તો, રાધિકાએ ગોલ્ડન લહેંગા પહેર્યો હતો,

જ્યારે અનંતે નેવી બ્લુ કુર્તા-પાયજામાનો સેટ પહેર્યો હતો. બીજી તરફ મુકેશ અંબાણીએ બેજ કુર્તા-પાયજામાનો સેટ પસંદ કર્યો, જ્યારે તેમની પત્ની નીતા લાલ બોર્ડરવાળા મેચિંગ લહેંગામાં સુંદર દેખાતી હતી. આ ઉપરાંત આકાશ અંબાણી અને તેની પત્ની શ્લોકા મહેતા પણ પોતપોતાના આઉટફિટમાં અદ્ભુત લાગી રહ્યા હતા. જ્યારે આકાશે નીલમણિ લીલા કુર્તા-પાયજામાનો સેટ પહેર્યો હતો,

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

ત્યારે શ્લોકા ફ્લોરલ એમ્બ્રોઇડરીવાળા લહેંગામાં સુંદર લાગી રહી હતી. અનંત અંબાણીની બહેન ઈશા અંબાણી અને તેના પતિ આનંદ પીરામલ પણ એથનિક ડ્રેસમાં અદભૂત લાગી રહ્યાં હતાં. નાનો પૃથ્વી અંબાણી પણ તેના ‘ચાચુ’ અનંત અંબાણી અને ‘ચાચી’ રાધિકા મર્ચન્ટની સગાઈનો આનંદ માણતો જોવા મળ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina