ફિલ્મી દુનિયા

Breaking News: બૉલીવુડનો વધુ એક સિતારો ખરી પડયો, આ દિગ્ગજને કોરોના ભરખી ગયો- વાંચો અહેવાલ

બોલીવુડના જાણીતા નિર્માતા અનિલ સુરીનું ગુરુવારે કોરોના વાયરસના કારણે અવસાન થયું છે. તે 77 વર્ષનો હતો. અનિલ સુરીએ રાજ કુમાર અને રેખા સ્ટારર બેગુનાહ, કર્મયોગી અને રાજતીલક જેવી ફિલ્મ્સ બનાવી હતી. ગુરૂવારે આ જીવલેણ વાયરસ સામે લડતા આ ફાની દુનિયાને અલવિદા કહી દીધી હતી.

 

View this post on Instagram

 

A post shared by NEWS (@newsinfer) on

અનિલ સૂરીના ભાઈ રાજીવ સૂરીએ તેમના નિધનની પુષ્ટી કરી હતી. અનિલ સુરીના ભાઈ નિર્માતા રાજીવ સુરીએ જણાવ્યું કે 2 જૂનથી તેમને તાવ હતો. બીજા દિવસે તેની હાલત વધુ ખરાબ થઈ ગઈ અને તેને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. રાજીવે આરોપ લગાવ્યો હતો કે, લીલાવતી અને હિંદૂજા જેવી હોસ્પિટલોમાં તેમને સારવાર આપવાની ના પાડી દેવામાં આવી હતી. મોટી હોસ્પિટલમાં સારવાર ન મળતા તેમને મ્યુનિસિપલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અનિલ સુરીને કોરોના થઈ ગયો હતો. ગુરૂવારે ડોક્ટરોએ કહ્યુ કે તેમની હાલત ખરાબ છે તેમને વેંટિલેટર પર રાખવામાં આવ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Indian Film History (@indianfilmhistory_official) on

રાજીવ સૂરી 1979માં આવેલી બાસુ ચેટર્જીની ફિલ્મ મંઝીલના નિર્માતા હતા. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને મૌસમી ચેટર્જીએ મુખ્ય ભૂમિકા નિભાવી હતી.
ગુરૂવારે સવારે નિર્દેશક બાસુ ચેટર્જીનું નિધન થયુ અને સાંજે સાત વાગ્યે રાજીવ સૂરીએ અંતિમ શ્વાસ લીધા. આ વાતથી દુખી થઈને રાજીવ સૂરીએ કહ્યુ કે એક દીવસમાં ભાઈ અને મારા ખાસ નિર્દેશકનું નિધન થયુ.

પરમ કૃપાળુ પરમાત્મા એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના.ૐ શાંતિ..શાંતિ..શાંતિ..:pray:

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.