64 વર્ષની ઉંમરે અનિલ કપૂર થયો શર્ટલેસ, શિલ્પા શેટ્ટીથી ન રહેવાયું જુઓ શું કહ્યું
બોલીવુડના દિગ્ગજ અભિનેતા અનિલ કપૂર તેની ઉંમરને લઈને હંમેશા ચર્ચામાં રહેતો હોય છે. વધતી ઊંમર સાથે પણ અનિલ કપૂરની જુવાની પાછી આવતી જાય છે એવું ચાહકોનું કહેવું છે. 63 વર્ષની ઉંમરમાં પણ અનિલ કપૂર ખુબ જ ફિટ એન્ડ સ્ટ્રોંગ છે, અને આજે પણ તે બોલીવુડમાં સક્રિય છે.

અનિલ કપૂર પોતાની ફિટનેસને લઈને ખુબ જ કાળજી રાખે છે. તેની તસવીરો પણ સોશિયલ મીડિયામાં ઘણી જ વાયરલ થાય છે. તે દોડતા સમયે પણ સ્પોટ થાય છે. હાલમાં જ અનિલ કપૂરની એક તસ્વીર મળી આવી છે જેમાં તે બીચ ઉપર શર્ટ કાઢી અને દોડતો દેખાઈ રહ્યો છે. આ તસ્વીર પણ હાલમાં ખુબ જ વાયરલ થઇ રહી છે.

અનિલ કપૂરે પોતાની ત્રણ તસવીરો પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરી છે. જેની અંદર તે શર્ટલેસ જોવા મળી રહ્યો છે. બે તસ્વીર બીચ ઉપર દોડવા સમયની છે તો એક તસ્વીર સ્વિમિંગ પુલની અંદરની છે. અનિલ કપૂરે આ તસ્વીર શેર કરવાની સાથે લખ્યું છે કે: “આ પિતા ફક્ત જ્ઞાન આપવામાં ધ્યાન નથી આપતો, પરંતુ ટી-શર્ટ કાઢે છે અને બીચ ઉપર ચાલે પણ છે.”

તો આજ પોસ્ટની અંદર આગળ પોતાની કમજોર કડી વિશે વાત કરતા અનિલ કપૂરે લખ્યું છે: “બધા જ લોકોની કમજોર કડી હોય છે. મારુ જમવાનું છે. પંજાબી છોકરો હોવાના કારણે મારી આંખ મારા પેટથી મોટી છે. લોકડાઉનમાં મેં એ નિર્ણય લીધો છે કે હું પહેલા કરતા વધારે ફિટ રહીશ. નવો લુક એનું પરિણામ છે. ”

અનિલ કપૂરે આગળ લખ્યું છે કે: “મારો અને હર્ષનો ટ્રેનર હંમેશા મને મારા ખાવાની આદતો વિશે જણાવે છે. તેના જ કારણે મારી પોતાની જાત સાથે લડાઈ ચાલી રહી છે. જેમાં હું ઘણીવાર નિષ્ફળ પણ રહ્યો છું. ત્યારે મને સમજમાં આવ્યું કે આપણે જેને કમજોર કડી સમજીએ છીએ તે જ પોતાની જાતમાં ખુબ જ મજબૂત હોય છે.”
અનિલ કપૂરની આ તસ્વીર જોઈને શિલ્પા શેટ્ટી પણ કોમેન્ટ કરતા પોતાને રોકી ના શકી અને કોમેન્ટ કરીને લખી નાખ્યું: “વાહ”