મનોરંજન

ચાહકો બોલ્યા અનિલ કપૂરને મહારાષ્ટ્રનો CM બનાવો, ‘નાયક’ ના હીરોએ આપ્યો આ જવાબ

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019 માટે કોણ મુખ્યમંત્રી બનશે તેના માટે આગળના એક અઠવાડિયાથી ખેંચતાણ ચાલી રહી છે. તેમ છતાં હજી સુધી સરકારની રચનાનો રસ્તો ઉકેલાયો નથી. ભાજપા અને શિવસેના બંન્ને દળો પોતાના મુખ્યમંત્રી ઈચ્છે છે, બંન્ને દળ મધ્યસ્થો દ્વારા લગાતાર સંપર્કમાં છે.

Image Source

ભાજપાએ સ્પષ્ટ કરી દીધું છે કે તે કોઈપણ કિંમત પર કાર્યકાલ બટવારા અને સીએમ પદની માંગ નહિ માને જેને જોતા બંન્ને તરફથી મધ્યસ્થ લાગેલા નેતા સન્માનજનક રસ્તો કાઢવાની કોશિશ કરી રહ્યા છે પણ હજી સુધી એ નક્કી નથી થઇ શક્યું કે આ વખતે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કોણ બનશે.

Image Source

શિવસેના સત્તામાં બરાબરની ભાગીદારી અને અઢી અઢી વર્ષ માટે મુખ્યમંત્રી પદની માંગને લઈને મક્કમ બનેલી છે, જ્યારે બીજેપીના ગઠબંધન સહિયોગીની આ માંગને માનવાથી ઇન્કાર કરી દીધો છે. એવામાં આ વચ્ચે અભિનેતા અનિલ કપૂરને મુખ્યમંત્રી બનાવવા માટેની માંગ ઉઠી છે.

વિજય ગુપ્તા નામના ટ્વીટર યુઝરે મહારાષ્ટ્રની હાલની રાજનીતિક સ્થિતિ પર કટાક્ષ કરતા ટ્વીટ કરીને લખ્યું કે જ્યા સુધી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી નક્કી નથી થતા ત્યાં સુધી અભિનેતા અનિલ કપૂરને મુખ્યમંત્રી બનાવી દેવા જોઈએ. વિજય ગુપ્તાએ લખ્યું કે,”જ્યા સુધી કોઈ રસ્તો ન મળે ત્યાં સુધી અનિલ કપૂરને મુખ્યમંત્રી બનાવીને જોઈ લઈએ.”

મહારાષ્ટ્રની રાજનીતિક સ્થતિ પર કરવામાં આવેલી આ કટાક્ષ ખુબ વાઇરલ થઇ રહી છે. ઘણા યુઝર્સ તેના પર પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આ ટ્વીટ પર અનિલ કપૂરે પણ પોતાની પ્રતિક્રિયા આપતા લખ્યું કે,”હું નાયક જ ઠીક છું.” અનિલ કપૂરના આવા જવાબે દર્શકોનું દિલ જીતી લીધું છે. એક યુઝરે લખ્યું કે તમે CM ના પદ પર એકદમ પરફેક્ટ છો.

જણાવી દઈએ કે વર્ષ 2001 માં ફિલ્મ ‘નાયક’ માં અનિલ કપૂર એક દિવસ માટે મહારાષ્ટ્રના ચીફ મિનિસ્ટર બન્યા હતા. વિજયે પોતાની ટ્વીટમાં અનિલ કપૂરની ફિલ્મ નાયક સાથે જોડાયેલી તસ્વીર પણ શેર કરી હતી.

Image Source

રાજનીતિથી ભરપૂર આ ફિલ્મ દર્શકોને ખુબ પસંદ આવી હતી. ફિલ્મમાં તેનો કિરદાર શિવાજી રાવનો હતો અને તે એક દિવસ મુખ્યમંત્રીનું પદ સ્વીકારે છે. આ સિવાય ફિલ્મમાં અનિલ કપૂર અને રાની મુખર્જીની ક્યૂટ લવ સ્ટોરી પણ જોવા મળી હતી.

Image Source

ફિલ્મમાં તેના સિવાય અમરીશ પુરી, સૌરભ શુક્લા, જોની લીવર, પૂજા બત્રા ખાસ કિરદારમાં હતા. અનિલ કપૂરની આવનારી ફિલ્મ ‘પાગલપંતી’ છે. ફિલ્મમાં તેની સાથે જૉન અબ્રાહમ, ઉર્વશી રૌતેલા, અરશદ વારસી, ઇલિયાના ડીક્રુઝ, પુલકિત સમ્રાટ પણ જોવા મળશે.

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.