મનોરંજન

63ની ઉંમરમાં પણ અનિલ કપૂર છે એદકમ ફિટ, જાણો તેની ફિટનેસનું રહસ્ય, આ વસ્તુથી રહે છે દૂર

અભિનેતા અનિલ કપૂરની ઉમર 63 વર્ષની છે છતાં પણ તે હજુ ફિલ્મોમાં કાર્યરત છે, અને તેમની તંદુરસ્તી આજે પણ કોઈ યુવા કલાકાર જેવી જ છે. લોકડાઉનના કારણે બોલીવુડના સિતારાઓ પોતાના પરિવાર સાથે મઝક્ષક મસ્તી કરીને વિતાવે છે તો ઘણા અવનવી ટિપ્સ પોતાના ચાહકો સાથે જોડાતા રહે છે. અભિનેતા અનિલ કપૂર પણ સોશિયલ મીડિયામાં પોતાના ચાહકો સાથે જોડાયેલા રહે છે.

Image Source

આજે આપણે અનિલ કપૂરના ફિટનેસનું રહસ્ય જાણીએ, કેવી રીતે તે 63 વર્ષની ઉંમરે પણ પોતાની જાતને ફિટ એન્ડ સ્ટ્રોંગ રાખી શકે છે તે જોઈએ.

Image Source

અનિલ કપૂર પોતાના રોજિંદા જીવનમાં કસરતને ખુબ જ મહત્વ આપે છે અને તેના દ્વારા જ તે પોતાની જાતને કસાયેલી રાખી શકે છે.

Image Source

એક ઇન્ટરવ્યૂમાં અનિલ કપૂરની દીકરી સોનમ કપૂરે જણાવ્યું હતું કે: “પપ્પા રાત્રે 11 વાગે સુઈ જાય છે જેના કારણે તે રાત્રે મોડા સુધી ચાલનારી બોલીવુડની પાર્ટીઓમાં જોવા નથી મળતા.”

Image Source

રાત્રે વહેલા સુવા અને સવારે વહેલા ઉઠવાની સાથે સાથે અનિલ પોતાના ખોરાકનું પણ ખુબ જ ધ્યાન રાખે છે, તે બહારનું જંકફૂડ અને શુગરને મોટાભાગે એવોઈડ કરે છે. તેમનું માનવું છે કે શરીરમાં મોટાભાગની સમસ્યાઓ સુગરના કારણે જ આવતી હોય છે.

Image Source

અનિલ પોતાની જાતને ખુશ કિસ્મત માને છે કે આ ઉમંરે થવા વળી કેટલીક બીમારીઓથી તે દૂર છે. તેમના ડાયટમાં તે દિવસમાં 5 થી 6 વખત ખોરાક લે છે. તેમના ખોરાકમાં લીલા શાકભાજી, ઓટ્સ, માછલી, દાળ. ચિકન બ્રોકલી  પ્રોટીન શકે જેવી વસ્તુઓને સામેલ કરે છે.

Image Source

તે નિયમિત રૂપે રોજિંદા 2થી 3 કલાક સુધી વર્કઆઉટ કરે છે. તે નિયમિત પોતાના શરીરના બોડી પાર્ટ પ્રમાણે કસરત કરે છે. અને કસરતના નિયમોનું ખાસ પાલન પણ કરે છે.

Image Source

કસરત સાથે અનિલ રોજ સવારે સાયકિલિંગ પણ કરે છે, અને સાયકલિંગ સિવાય જોગિંગ પણ કરે છે. તેમને યોગને પણ પોતાના રૂટિનમાં ઉમેર્યો છે.

Image Source

અનિલે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે મારો ટ્રેનર મારા વર્ક આઉટને સતત બદલતો રહે છે. કારણ કે મારુ શરીર એક જ વ્યાયામમાં સહજ ના થઇ જાય.

Image Source

પોતાના ફિટનેસ માટે અનિલ તેની પત્ની સુનીતાની પણ પ્રસંશા કરે છે. અનિલ જણાવે છે કે સુનિતા સારું જમવાનું બનાવે છે તેના કારણે જ તે હેલ્દી રહી શકે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.