મનોરંજન

અનિલ કપૂરે લંડનમાં પરિવાર સાથે જન્મદિવસ ઉજવ્યો, જુઓ પાર્ટીની ભવ્ય 10 તસ્વીરો

બોલીવૂડના ફોરએવર યંગ અભિનેતા મિસ્ટર ઇન્ડિયા અનિલ કપૂર આજે 62 વર્ષના થઈ ગયા છે. ઉંમરના આ તબક્કે પણ, અનિલ કપૂર એટલા યુવાન દેખાય છે કે જો કોઈ તેમને ન જાણતું હોય તો તેમની ઉંમરનો ખ્યાલ મેળવવો થોડો મુશ્કેલ બની જાય છે.

તેમણે પોતાનો જન્મદિવસ લંડનમાં દીકરી અને જમાઇ સાથે સમગ્ર પરિવાર સાથે ઉજવ્યો હતો. તેમની પત્ની સુનીતા કપૂર અને દીકરી સોનમ કપૂરે સોશિયલ મીડિયા પર બર્થડે સેલિબ્રેશનની તસવીરો શેર કરી હતી.

તેમના જન્મદિવસની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તેમના જન્મદિવસે તેમની પત્ની અને પુત્રી સોનમ કપૂરે સોશિયલ મીડિયા પર તેમની તસ્વીર શેર કરી હતી અને તેમને વિશ કર્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Sunita Kapoor (@kapoor.sunita) on

સુનિતાએ ઈન્સ્ટાગ્રામ પર પતિ અનિલ કપૂર માટે લખ્યું, ‘મારો દિવસ પૂર્ણ નથી થતો જ્યાં સુધી હું તમને કહી ન દઉં કે હું તમને કેટલો પ્રેમ કરું છું. Happy birthday Husband.. ખુશી છે કે હું આ તસ્વીર શેર કરી રહી છું.’

 

View this post on Instagram

 

A post shared by Sonam K Ahuja (@sonamkapoor) on

આટલું જ નહીં દીકરી સોનમ કપૂરે પણ એક તસ્વીર શેર કરી અને લખ્યું ‘સૌથી વધુ પ્રેરણાદાયક, સૌથી સમજદાર, પરિવારમાં સૌથી યુવાન વ્યક્તિ. હંમેશાં મને ટેકો આપનાર અને આધારસ્તંભની જેમ ઉભા રહેનાર. હું તમને ખૂબ પ્રેમ કરું છું.’

એક તસ્વીરમાં અનિલ કપૂર વાઈન પીતા નજરે પડે છે. આ તસ્વીરમાં તેઓ ખૂબ જ યુવાન દેખાઈ રહયા છે.

એવું લાગે છે કે આ વખતે પરિવારે અનિલના જન્મદિવસ પર કંઇક નવું કરવાનું નક્કી કર્યું છે. તસ્વીરમાં અનિલ કપૂર પાસે કેક અને વાઇન તેમજ એક નોટ છે જેના પર લખ્યું છે ‘અનિલ કપૂર, 21મો જન્મદિવસ’, જે લોકોનું ધ્યાન ખેંચી રહી છે.

આ નોટમાં નીચે મેન્યુ છે જેને જોઈને લાગે છે કે પરિવારે અનિલ કપૂરના જન્મદિવસ પર બધા માટે ખાસ મેન્યુ ડિઝાઇન કરાવ્યું હતું. જેના પર સમયની સાથે યુવાન દેખાતા અનિલને કઈંક અલગ રીતે કોમ્પ્લીમેન્ટ કર્યું.

આ સિવાય અનિલ કપૂરનો ફિલ્મ મલંગથી લૂક પણ સામે આવ્યો છે. અનિલ કપૂરે જાતે આ લૂક પોતાના જન્મદિવસના પ્રસંગે શેર કર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by anilskapoor (@anilskapoor) on

સંજય કપૂરે પણ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અનિલ કપૂરની તસ્વીર શેર કરી છે અને નીચે જન્મદિવસની શુભકામનાઓ આપી છે.

 

View this post on Instagram

 

Happy birthday brother ❤️ #alwaysaninspiration

A post shared by Sanjay Kapoor (@sanjaykapoor2500) on

અનિલ કપૂર બોલીવૂડના એવરયંગ અભિનેતા છે જે 62ની ઉંમરમાં પણ 21 વર્ષના હીરોને ટક્કર આપવામાં પાછા નહિ પડે.
એ આજે પણ એટલા ફિટ દેખાય છે જેટલા તેઓ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા ત્યારે પણ લાગતા ન હશે. તેમને જોઈને તેમની ઉંમરનો અંદાજો લગાવવો મુશ્કેલ છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.