ફિલ્મી દુનિયા

સુશાંતના મૃત્યુના રહસ્યો વચ્ચે હવે ગૃહમંત્રીએ આપ્યું નિવેદન, હવે મહેશ ભટ્ટને પોલીસ સ્ટેશનમાં..

બોલીવુડના સ્વર્ગવાસી જુવાન અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃતયુયને હવે એક મહિનાનો સમય થઇ ગયો છે પરંતુ મુંબઈ પોલીસની કાર્યવાહી હજુ પણ ચાલી રહી છે. પોલીસ રોજ ઘણા લોકોની પૂછપરછ કરી રહી છે. આ સમયે મહારાષ્ટ્રના ગૃહ મંત્રી અનિલ દેશમુખે મોટું નિવેદન આપ્યું છે.

ન્યુઝ એજન્સી સાથે વાત કરતા અનિલ દેશમુખે સુશાંત કેસમાં મુવી ડાયરેક્ટર મહેશ ભટ્ટની પૂછપરછ કરવાની વાત કરી છે. તેમને કહ્યું છે કે આ કેસમાં મહેશ ભટ્ટનું સ્ટેટમેન્ટ લેવામાં આવશે. અનિલ દેશમુકહે વધુમાં કહ્યું કે આ કેસમાં હવે કરણ જોહરના મેનેજરની પણ પૂછપરછ કરવામાં આવશે. તેમના જણાવ્યા મુજબ જો જરૂર પડશે તો ખુદ કરણ જોહરને પણ હાજર થવા માટે કહેવામાં આવશે.

તમને જણાવી દઈએ કે 14 જૂન 2020માં સુશાંત સિંહ રાજપૂતનો મૃતદેહ તેના બાંદ્રાના સ્થિત ઘરેથી મળ્યો હતો. આ ઘટના પછી પોલીસે કહ્યું કે સુશાંતે આત્મહત્યા કરી છે. જો કે સુશાંતે કયા કારણોસર આટલું મોટું પગલું ભર્યું તે માટે મુંબઈ પોલીસ સતત તપાસ કરી રહી છે. પોલીસે આ કેસમાં અત્યાર સુધી સુશાંતના ઘણા નજીકના અને સાથી લોકોની પૂછપરછ કરી છે.

 પણ હવે આ મામલે ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટની પણ પૂછપરછ કરવામાં આવશે. મુંબઈ પોલીસ ડાયરેક્ટર મહેશ ભટ્ટની પણ પૂછપરછ કરવા જઈ રહી છે. મહારાષ્ટ્રના ગૃહ મંત્રી અનિલ દેશમુખ દ્વારા આ માહિતી આપવામાં આવી છે.

ફિલ્મ ડાયરેકટર પ્રોડ્યુસર આદિત્ય ચોપડા અને દિગ્ગજ ડાયરેકટર સંજય લીલા ભણસાલીની પૂછપરછ કર્યા બાદ મુંબઈ પોલીસે હવે ફેમસ ડિરેક્ટર મહેશ ભટ્ટ અને કરણ જોહરના મેનેજરને સોમવારે 27 જુલાઇને પૂછપરછ માટે બોલાવ્યા છે. MH સ્ટેટના ગૃહ પ્રધાન અનિલ દેશમુખે આ સમાચારની પુષ્ટિ કરી છે. આ પૂછપરછમાં સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યાના સંભવિત કારણો અંગે પૂછપરછ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ક્વિન કહેવાતી કંગના રનૌત ગત કેટલાક સમયથી સુશાંત સિંહ રાજપૂત મામલે મહેશ ભટ્ટ અને કરણ જોહરથી પૂછપરછ કરવા માટે ભાર આપી રહી હતી. કંગનાએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે સુશાંત અને રિયાના સંબંધમાં મહેશ ભટ્ટની દખલગીરી પર સવાલ ઉઠાવ્યા હતા. તેની સાથે કંગનાએ YRF અને કરણ જોહરના પ્રોડક્શન હાઉસ ધર્મા પર સવાલ ઉઠાવ્યા હતા કે બન્નેએ ભેગા મળીને સુશાંતના કરિયરને ખરાબ કરી દીધું હતું.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.