અજબગજબ

શા કારણે લાઇમ લાઇટથી દૂર રહે છે અનિલ અંબાણીના બંને દીકરાઓ?

ભારતના અગ્રણી ઉદ્યોગપતિઓનું નામ લેવામાં આવે તો પહેલું નામ ધીરુભાઈ અંબાણીનું આવે, જે આજે આપણી વચ્ચે નથી રહ્યા પરંતુ તેમનો કારોબાર આજે દુનિયાભરમાં ફેલાયેલો છે. આપણે બધા જ જાણીએ છીએ એમ તેમના બે દીકરા છે મુકેશ અંબાણી અને અનિલ અંબાણી, મુકેશ અંબાણી જ્યાં આજે વિશ્વના આગલી હરોળના ધનિક લોકોની યાદીમાં આવે છે ત્યાં અનિલ અંબાણીનું દૂર દૂર સુધી કોઈ નામ નથી.

આપણે એ પણ જોયું છે કે મુકેશ અંબાણીના બાળકો અને તેમની પત્ની નીતા અંબાણી પણ લાઇમલાઇટમાં હંમેશા છવાયેલા રહે છે, પરંતુ અનિલ અંબાણીના પરિવારનું કોઈપણ સદસ્ય લાઇમ લાઇટમાં ક્યારેય જોવા પણ નથી મળતું, ઘણા લોકોને તો અનિલ અંબાણીના પરિવાર વિષે પણ માહિતી નથી.

Image Source

તો આજે તમને જણાવી દઈએ કે અનિલ અંબાણી અને તેમની પત્ની ટીનુ અંબાણીના બે દીકરાઓ છે જેનું નામ અનમોલ અને અંશુલ છે. જે તેના પિતાની જેમ જ લાઇમ લાઇટથી ઘણા જ દૂર રહે છે. તે બંને શો ઓફ કરવામાં વિશ્વાસ નથી રાખતા, ચાલો જોઈએ તેમના જીવન વિશે.

Image Source

વાત કરીએ તેમના મોટા દીકરા અનમોલની તો તેને વિજ્ઞાન સાથે અભ્યાસ કર્યો છે સાથે તેને અર્થશાહસ્ત્રમાં પણ ઘણો જ રસ છે. 18 વર્ષની ઉંમરમાં જ તેને સ્ટોક માર્કેટમાં ઈન્વેસ્ટ કરવાનું શરૂ કરી ધીધુ હતું, અભ્યાસ પૂરો કર્યા બાદ તેને 2 મહિના સુધી રિલાયન્સ મ્યુચ્યલ ફંડમાં ઇન્ટર્નશિપ કરી હતી.  પોતાના પિતાના પ્રેરણાથી જ જાપન્નાની મોટી કામની NIpponને રિલાયન્સ કેપિટલમાં ઈન્વેસ્ટ કરવા માટે અનમોલ જ મનાવી લીધા હતા, જે હવે રિલાયન્સ નિપોન ઇન્શ્યોરન્સના નામે ઓળખાય છે.

Image Source

વર્ષ 2017ની એન્યુઅલ જનરલ મિટિંગની અંદર અનમોલને રિલાયન્સ કેપિટલનો એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર બનાવવામાં આવ્યો, અનમોલને જેટલા લોકો ઓળખે છે તમેનું કહેવું છે કે અનમોલ પોતાના કામને ખુબ જ લગન અને મહેનતથી કરે છે અને ખુબ પ્રેમાળ રીતે વાત કરે છે. કેમેરા સામે ના આવાનું કારણ પણ અનમોલનો શરમાળ સ્વભાવ છે. પોતાના પિતા ઉપરાંત તે પોતાના દાદા ધીરુભાઈ અંબાણીને પોતાના રોલ મોડેલ માને છે.

Image Source

અનમોલનાં શોખ વિશે વાત કરીએ તો તે ખાવા પીવાનો ખુબ જ શોખીન છે. પરંતુ તે આલ્કોહોલ અને સિગારેટને હાથ નથી લાગવતો, તેની પાસે ઘણી જ લક્ઝુરિયસ કાર અને એક પર્સનલ ઍરક્રાફ્ટ છે. અનમોલ ફૂટબોલનો પણ ચાહક છે.

Image Source

અનિલ અંબાણીનો નાનો દીકરો અંશુલ પણ પોતાના ભાઈની જેમ જ રિલાયન્સ ગ્રુપ સાથે જોડાયેલો છે. તેને વિદેશમાં અભ્યાસ કર્યો છે. ત્યારબાદ તે રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં એક મેનેજમેન્ટ ટ્રેનીના રૂપમાં જોડાઈ ગયો. હવે તે આ કંપનીનો એક ભાગ છે. અનમોલ અને અંશુલ ભલે લક્ઝુરિયસ લાઇફસ્ટાઇલ જીવતા હોય પરંતુ તે એટલા સંસ્કારી પણ છે જે પરિવારના દરેક રીતિ રિવાજમાં હાજર રહે છે.