કોરોના વાયરસને લીધે દેશના મોટાભાગના શહેરો લોકડાઉન અવસ્થામાં જ છે. મુંબઈમાં કરોનાની મહામારી મોટા સ્તર પર છે જેને લીધે મુંબઈમાં મોટાભાગના કાર્યો સ્થગિત કરી દેવામાં આવ્યા છે. લોકડાઉનમાં દરેક નાના-મોટા લોકો પોતાના પરિવાર સાથે ઘરમાં રહીને સમય વિતાવી રહયા છે. દેશના ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના નાના ભાઈ અનિલ અંબાણી પણ આમાંના જ એક છે જે પોતાના પરિવાર સાથે સમય વિતાવી રહ્યા છે.

દેશના ધનિક અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીના નાના ભાઈ અનિલ અંબાણી પણ એક સફળ બિઝનેસમેન છે. લોકડાઉન વચ્ચે અનિલ અંબાણીની એક તસ્વીર સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે. તસ્વીરમાં અનિલ અંબાણી પોતાના બંને દીકરાઓ જય અનમોલ અને જય અંશુલ સાથે દાઢી કરતા દેખાઈ રહ્યા છે.

અનિલ અંબાણીની આ તસ્વીર તેની પત્ની અને એક સમયની દમદાર અભિનેત્રી ટીના અંબાણીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. જેમાં એક તસ્વીરમાં અનિલ અંબાણી પોતાના બંને દીકરાઓ સાથે દેખાઈ રહ્યા છે જયારે બીજી તસ્વીરમાં એક ભાઈ બીજા ભાઈની દાઢી કરતો દેખાઈ રહ્યો છે.

વાત કરીયે મુકેશ અંબાણીની તો તેના પરિવારની તસવીરો સામે આવતી જ રહે છે, પણ આ પહેલી વાર બન્યું હશે કે અનિલ અંબાણીના પરિવારની આવી પ્રાઇવેટ તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હોય. જેને લીધે દર્શકો પણ તસ્વીરને ખુબ પસંદ કરી રહ્યા છે અને દીલચસ્પી લઇ રહ્યા છે.

તસ્વીરને શેર કરતા ટીના અંબાણીએ લખ્યું કે,”હું મારા ફોલોઅર્સને આગ્રહ કરું છું કે તે પોતાના પરિવારની સાથે જ રહે અને સુરક્ષિત રહે. જેવું કે તમે જોઈ રહ્યા છો કે કેવી રીતે દુનિયામાં કોરોના વાયરસ ફેલાઈ રહ્યો છે. આ ખૌફ ભરેલા માહોલમાં ઘણા એવા લોકો છે જે પોતાના પરિવારથી દૂર છે. માટે તમને નિવેદન છે કે આ મુશ્કિલ ઘડીમાં પોતાના લોકોંની સાથે જ રહો અને સુરક્ષિત રહો.”

જણાવી દઈએ કે ટીના અંબાણીનું આ એકાઉન્ટ વેરિફાઇડ નથી પણ એવું પણ જાણવા મળ્યું છે કે આ એકાઉન્ટ ટીના અંબાણી જ સાંભળી રહ્યા છે. ટીનાની આ તસ્વીર પર અત્યાર સુધીમાં 500 થી પણ વધારે લાઇક્સ આવી ચુકી છે અને લોકો પોતાની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.

ટીના પોતાના આ એકાઉન્ટ પર પોતાના પરિવાર સાથેની તસવીરો પણ શેર કરતી રહે છે. ફેબ્રુઆરી મહિનામાં પોતાની સાસુ કોકિલાબેનના જન્મદિસવ નિમિતે તસ્વીર શેર કરીને ખાસ અંદાજમાં સાસુને જન્મદિસવની શુભકામના આપી હતી.
Author: GujjuRocks Team
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.