ધૂમ મચાવી રહ્યો છે અંબાણીનો આ શેર, રોકાણકારોની ભારે ખરીદારી, અપર સર્કિટ હિટ; 5 વર્ષમાં આપ્યું 1168 % જાદુઈ રિટર્ન

અનિલ અંબાણીની માલિકીની કંપનીના શેરમાં સપ્તાહના ત્રીજા ટ્રેડિંગ દિવસે એટલે કે બુધવારે અપર સર્કિટ લાગી હતી. ખાસ વાત એ છે કે આ સ્ટોક તેના ઉચ્ચ સ્તરેથી 99% તૂટ્યા બાદ કેટલાક સમયથી ગતિ પકડી રહ્યો છે. અમે વાત કરી રહ્યા છીએ અનિલ અંબાણીના પાવર સ્ટોક રિલાયન્સ પાવર શેરની… આ શેર તેના રોકાણકારો માટે મલ્ટિબેગર સ્ટોક સાબિત થયો છે. આ શેરે માત્ર એક વર્ષમાં રોકાણકારોના નાણાં લગભગ બમણા કરી દીધા છે. આ શેરની કિંમત 1 રૂપિયાની આસપાસ હતી, પરંતુ હવે તે 41 રૂપિયાને પાર કરી ગઈ છે.

શેરબજારમાં બુલિશ ટ્રેન્ડ બુધવારે પણ ચાલુ રહ્યો છે. એક તરફ, બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરો ધરાવતો સેન્સેક્સ ફરી એકવાર 81,000ને પાર કરી રહ્યો છે, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ તેજ ગતિએ ચાલી રહ્યો છે. આ દરમિયાન અનિલ અંબાણીની કંપની રિલાયન્સ પાવરના શેરમાં બજાર ખૂલતાની સાથે જ અપર સર્કિટ લાગી. આ શેરની કિંમત 41.09 રૂપિયા સુધી પહોંચી ગઇ. શેરમાં વધારાની અસર કંપનીની માર્કેટ મૂડી પર પણ પડી અને તે વધીને 16510 કરોડ રૂપિયા થઈ ગઈ.

જણાવી દઇએ કે, આ શેરે પાંચ વર્ષમાં રોકાણકારોને 1168% રિટર્ન આપ્યુ છે. હવે વાત કરીએ રિલાયન્સ પાવરના શેરમાં આવેલ આ વધારા પાછળના કારણોની તો જણાવી દઈએ કે અનિલ અંબાણીને પબ્લિક સેક્ટર સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (SECI) તરફથી મોટી રાહત મળી છે. તેમની કંપની રિલાયન્સ પાવરને આપવામાં આવેલી પ્રતિબંધની નોટિસ પાછી ખેંચી લેવામાં આવી છે. આ પછી કંપની હવે SECIના ભાવિ ટેન્ડરોમાં ભાગ લઈ શકશે. ઉલ્લેખનીય છે કે SECI દેશમાં રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ માટે નોડલ એજન્સી તરીકે કામ કરે છે.

ગયા નવેમ્બરમાં કોર્પોરેશને નકલી દસ્તાવેજોના કેસમાં કારણ બતાવો નોટિસ જારી કરી હતી અને ત્રણ વર્ષ સુધી તેના કોઈપણ ટેન્ડરમાં ભાગ લેવા પર પ્રતિબંધ મૂક્યો હતો. અનિલ અંબાણીની આ કંપનીના શેર તેના ઓલ ટાઇમ હાઇથી 99 ટકા તૂટ્યા છે. 16 મે 2008ના રોજ રિલાયન્સ પાવરના શેર 260.78 રૂપિયા પર હતા, જ્યાંથી તે ઝડપથી ઘટીને માર્ચ 2020માં રૂ.1ના ભાવે પહોંચી ગયો હતો, પરંતુ આ પછી શેર ફરીથી રિકવરી મોડમાં આવ્યો અને સતત ગતિ ચાલુ રાખી.

અનિલ અંબાણીનો આ પાવર સ્ટોક તેના રોકાણકારો માટે મલ્ટિબેગર સ્ટોક સાબિત થયો છે. આ સ્ટોકમાં પૈસા લગાવવા વાળાની રકમ જ્યાં એક વર્ષમાં 98% રિટર્ન સાથે લગભગ બમણી થઈ ગઈ છે. ત્યાં માર્ચ 2020થી આ શેરની કિંમત 3573% વધી છે. 27 માર્ચ 2020ના રોજ આ સ્ટોકની કિંમત માત્ર રૂ.1.17 હતી, ત્યારથી તે મલ્ટીબેગર રિટર્ન આપે છે. જો કોઈ રોકાણકારે 27 માર્ચે કંપનીના શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હશે અને જાળવી રાખ્યું હશે તો તેની રકમ વધીને 35,73000 રૂપિયા થઈ હશે. રિલાયન્સ પાવર લિમિટેડ એ અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપની કંપની છે. રિલાયન્સ ગ્રૂપ નાણાકીય સેવાઓ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઊર્જા સહિત ઘણા ક્ષેત્રોમાં કાર્ય કરે છે.

જ્યારે રિલાયન્સ પાવર ભારતમાં પાવર પ્રોજેક્ટના વિકાસ, બાંધકામ અને સંચાલન માટે કામ કરે છે. તેની કેટલીક સબસિડિયરી કંપનીઓ પણ છે. કંપની પાસે લગભગ 6000 મેગાવોટની ઓપરેશનલ પાવર જનરેશન એસેટ્સ છે.તાજેતરના સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રિલાયન્સ પાવરનો કંસોલિડેટેડ ચોખ્ખો નફો રૂ.2,878.2 કરોડ હતો, જ્યારે એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં કંપનીએ રૂ. 237.76 કરોડનો નફો કર્યો હતો. જો કે, આ સમયગાળા દરમિયાન કંપનીની કુલ આવક ઘટીને રૂ.1,962.77 કરોડ થઈ હતી, જે એક વર્ષ અગાઉના સમાન ત્રિમાસિક ગાળામાં રૂ. 2,116.37 કરોડ હતી.

(ડિસ્ક્લેમરઃ અહીં માત્ર શેરના ન્યુઝ અથવા પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ જોખમો અધીન હોય છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય એડવાઇઝરની સલાહ લો)

Shah Jina
Exit mobile version