શનિની લોઢાના પાયે ચાલ કરશે અનેક રાશિઓના હાલ બેહાલ, થઈ જજો સાવધાન, આવી શકે મોટું નુકાસાન

શનિદેવે 29 માર્ચના રોજ મીન રાશિમાં ગોચર કર્યું. આ સાથે શનિદેવ 3 રાશિઓમાં લોઢાના પાયે ચાલી રહ્યા છે. જે આ રાશિના જાતકો માટે ખુબ કષ્ટદાયક રહી શકે છે. શનિદેવ સામાન્ય રીતે એક રાશિમાં અઢી વર્ષ સુધી રહે છે. એટલે કે અઢી વર્ષ સુધી હવે આ રાશિવાળા માટે લોઢાના ચણા ચાવવા જેવા દિવસો રહી શકે છે. શનિ ન્યાયના કારક ગણાય છે જે કર્મ અનુસાર ફળ આપે છે જે નવગ્રહમાં સૌથી ધીમી ગતિ એ ભ્રમણ કરે છે જે અનુસાર એક રાશિમાં લગભગ અઢી વર્ષ ભ્રમણ કરતા હોય છે.

શનિની પનોતીમાં કર્મના આધારે ફળ મળતું હોય છે કેમ કે શનિ કર્મ પ્રધાન ગણાય છે. લોકોને શનિદેવનો એટલો ડર છે કે તેમને એવું લાગે છે કે શનિની પનોતી દરમિયાન ધનોત પનોત નીકળી જાય, જ્યોતિષ શાસ્ત્ર મુજબ શનિ સોના, ચાંદી, તાંબા અને લોઢાના પાયે ચાલે છે. 29 માર્ચના રોજથી શનિ ગોચર બાદ શનિ 3 રાશિઓમાં લોઢાના પાયે ચાલી રહ્યા છે. શાસ્ત્રમાં લોઢાનો પાયો અશુભ ગણાય છે. શનિના લોઢાના પાયે ચાલવું એ સંબંધિત રાશિવાળાને ખુબ કષ્ટ આપે છે.

મેષ રાશિ

શનિની સાડા સાતી મેષ રાશિ પર ચાલે છે. શનિનો લોઢાનો પાયો આ રાશિના જાતકોને ખુબ કષ્ટ આપી શકે છે. તમારે દરેક ક્ષેત્રે પરીક્ષા આપવી પડી શકે છે. ધનહાનિના યોગ છે. સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો

સિંહ રાશિ

શનિની ઢૈય્યાનો સાયો સિંહ રાશિવાળા પર છે. જેના કારણે તમને નિરાશા અને નિષ્ફળતા મળી શકે છે. સંઘર્ષપૂર્ણ સમય પસાર થશે. ખુબ મુશ્કેલીઓ બાદ કોઈ સફળતા પ્રાપ્ત થઈ શકે છે. નાની ભૂલના કારણે મોટો પસ્તાવો થઈ શકે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા થઈ શકે છે.

ધનુ રાશિ

શનિનો લોઢાનો પાયો એ ધનુ રાશિના જાતકોને અનેક ક્ષેત્રોમાં નુકસાન કરાવી શકે છે. વિરોધીઓથી તમને નુકસાન થઈ શકે છે. માનહાનિ થઈ શકે છે. ઢૈય્યાનો પ્રભાવ પણ છે જે તમારા ખર્ચા વધારશે. રોકાણથી હાનિ થઈ શકે છે.

(Disclaimer: ઉપરોક્ત માહિતી માન્યતા અને જાણકારીઓ તેમજ જ્યોતિષીય પર આધારિત છે, ગુજ્જુરોકસ આની પુષ્ટિ કરતુ નથી.)

Raina
error: Unable To Copy Protected Content!