ફ્રૂટની લારી સહેજ મહિલા પ્રોફેસરની ગાડીને અડકી ગઈ અને ગુસ્સે ભરાયેલી મહિલાએ લારી વાળાના પપૈયા રોડ ઉપર ફેંક્યા, જુઓ વીડિયો

ઘણા લોકો એવા હોય છે જેમને ગરીબની કોઈ દયા નથી હોતી, ઘણા લોકોને આપણે જોયા હશે જે મોટા મોટા બ્રાન્ડેડ શો રૂમમાં ફિક્સ કિંમતમાં સામાન ખરીદી લેશે પરંતુ કોઈ લારી વાળા પાસે પાંચ રૂપિયા માટે પણ માથાકૂટ કરતા હશે. સોશિયલ મીડિયામાં આવી ઘણી ઘટનાઓના વીડિયો પણ વાયરલ થતા હોય છે.

હાલ સોશિયલ મીડિયામાં એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેને જોઈને યુઝર્સ પણ ગુસ્સે ભરાઈ રહ્યા છે, કારણ કે આ વીડિયોની અંદર એક મહિલા એક ફ્રૂટની લારી વાળાના ફ્રૂટ રસ્તા ઉપર ફેંકતી જોવા મળી રહી છે, આ ફ્રૂટની લારીવાળાની ભૂલ ફક્ત એટલી જ હતી કે મહિલાની કારને તેની લારી સહેજ અડકી ગઈ હતી.

આ વીડિયો સામે આવ્યો છે મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાંથી. જેમાં જોઈ શકાય છે કે એક મહિલા ખુબ જ ગુસ્સામાં છે અને એક પપૈયા ભરેલી લારીમાંથી પપૈયા નીચે ફેંકી રહી છે, આ દરમિયાન લારીવાળો પણ આ મહિલા સામે કરગરતો રહે છે, પરંતુ મહિલા તેનું એક સાંભળતી નથી અને ફળને જમીન ઉપર નાખ્યા કરે છે. આ ઘટના ચાર દિવસ જૂની જણાવામાં આવી રહી છે.

આ બધું ત્યારે બન્યું જયારે ફળવાળાની લારી મહિલાની કારને અડકી ગઈ હતી, જેનાથી મહિલા ગુસ્સે ભરાઈ ગઈ. ઘણા યુઝર્સ દ્વારા આ વીડિયોને સોશિયલ મીડિયા ઉપર શેર કરવામાં આવ્યો. જોકે આ મામલામાં હજુ સુધી કોઈ ફરિયાદ કરવામાં નથી આવી. પરંતુ આ મામલામાં ભોપાલ કલેકટરની એક ટ્વીટ સામે આવી છે.

ભોપાલ કલેકટરે ટ્વીટ કરીને નિવેદન આપ્યું છે કે, “સોશિયલ મીડિયામાં ભોપાલનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક મહિલા હાથ લારીમાંથી ફળોને જમીન ઉપર ફેંકતી નજર આવી રહી છે. ઉક્ત મામલામાં સંજ્ઞાન લેતા સંબંધિત અધિકારીઓને મહિલા અને હાથ લારીવાળાની ઓળખ કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. જેના કારણે યોગ્ય કાર્યવાહી થઇ શકે.

મીડિયા રિપોર્ટ અનુસાર આ મહિલા પ્રાઇવેટ યુનિવર્સીટીની પ્રોફેસર જણાવવામાં આવી રહી છે. આ મામલો ભોપાલના અયોધ્યાનગર નો જણાવવામાં આવી રહ્યો છે. જ્યાં મહિલાના ઘર પાસે તેની ગાડી ઉભી હતી. ગાડીની બાજુમાંથી જ ફળ વાળો પસાર થયો તેજ સમયે લારી થોડી ગાડી સાથે અડકી ગઈ. જેનાથી ગુસ્સે ભરાયેલી મહિલાએ લારીમાં રહેલા પપૈયા નીચે ફેંકવાના શરૂ કરી દીધા.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)


વીડિયોમાં એ પણ જોઈ શકાય છે કે મહિલા જયારે રસ્તા ઉપર ફળ ફેંકતી હોય છે ત્યારે ત્યાંથી પસાર થયેલા ઘણા લોકો મહિલાને સમજાવવાનો પણ પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ મહિલા સમજતી નથી અને રોડ ઉપર ફળ ફેંકતી રહે છે. આ ઘટનાનો વીડિયો વાયરલ થતા જ જોનારા પણ ગુસ્સે ભરાઈ રહ્યા છે.

Niraj Patel