પત્નીએ કુહાડીથી કાપી પતિને ઉતારી મોતને ઘાટ, પ્રાઇવેટ પાર્ટના કર્યા ટુકડા, આ હતું કારણ

પત્નીએ કુહાડીથી કાપી નાખ્યો પતિનો પ્રાઇવેટ પાર્ટ, પત્ની કાળી હતી તો પતિ આવું આવું કહેતો….

ગુજરાત સહિત સમગ્ર દેશમાંથી અવાર નવાર હત્યાના અનેક કિસ્સાઓ સામે આવે છે, જેમાં ઘણીવાર કોઇ અંગત અદાવતમાં, કોઇ પ્રેમ સંબંધમાં તો કોઇ મેણાને લીધે પરેશાન થઇને હત્યા કરી નાખતા હોય છે. ત્યારે હાલમાં એક ઘટના સામે આવી છે,જેમાં ગુસ્સામાં આવેલી પત્નીએ કથિત રીતે પોતાના પતિની કુહાડીથી હત્યા કરી નાખી. પોલીસે પત્નીની ધરપકડ કરી છે. અધિકારીઓએ મંગળવારે માહિતી આપતા જણાવ્યું કે… (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

છત્તીસગઢના દુર્ગ જિલ્લાના અમલેશ્વર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુસ્સામાં પત્ની સંગીતા સોનવાણીએ તેના પતિ અનંત સોનવાણીની કુહાડી વડે હત્યા કરી હતી. તેણે જણાવ્યું કે પોલીસે આ કેસમાં સંગીતાની ધરપકડ કરી છે. સંગીતાએ સોમવારે પોલીસને જાણ કરી હતી કે અજાણ્યા લોકોએ તેના પતિ અનંતની હત્યા કરી છે. તેમણે કહ્યું કે ઘટનાની માહિતી મળતાં જ પોલીસની એક ટીમ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી અને મૃતદેહને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો.

પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે અનંતના શરીર પર તીક્ષ્ણ હથિયારના નિશાન હતા અને તેનો પ્રાઈવેટ પાર્ટ કાપી નાખ્યો હતો. પત્ની સાવલી હોવાને કારણે પતિ તેને મેણા મારતો હતો. જેના કારણે મહિલાએ કંટાળીને પતિનો જીવ લેવાનું નક્કી કર્યું.અનંત તેની પત્નીને સાવલી હોવાનું કહી ત્રાસ આપતો હતો. જ્યારે પોલીસ અધિકારીએ પૂછપરછ કરી તો સંગીતા સત્ય છુપાવી ન શકી અને તેણે પતિની હત્યાની હકીકત સ્વીકારી. સંગીતા અનંતની બીજી પત્ની હતી.

પ્રથમ પત્નીના મૃત્યુ પછી અનંતે સંગીતા સાથે લગ્ન કર્યા. સંગીતા વિરુદ્ધ આઈપીસીની કલમ 303 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. અનંતને તેની પહેલી પત્નીથી 12 વર્ષનો પુત્ર અને સંગીતાથી ચાર મહિનાની પુત્રી છે. આરોપી પત્ની પર IPC કલમ 302 (હત્યા) અને અન્ય સંબંધિત જોગવાઈઓ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

Shah Jina