શહેરમાંથી ગામડે આવેલી કિશોરીને ગામમાં જીન્સ પહેરવું પડી ગયું ભારે… કાકાએ મારી મારીને જીવ લઇ લીધો હતો, પછી લાશને નદીના પુલ ઉપર લટકાવી

આ ક્યાં જમાનામાં જીવી રહ્યા છીએ આપડે? કાકાએ મામૂલી બાબતે રાક્ષશ બનીને દીકરીની હત્યા કરી હતી…

આજકાલ જમાનો ખુબ જ આગળ વધી ગયો છે. આજે ફેશન પણ ઘણી વિસ્તરી ચુકી છે. ત્યારે  યુવકો અને યુવતીઓ પણ હવે મોર્ડન કપડાં પહેરવા લાગ્યા છે. આપણી આસપાસ પણ આવા મોર્ડન કપડાં પહેરીને ફરતા ઘણા યુવક યુવતીઓને આપણે જોયા હશે, ત્યારે હવે છોકરા છોકરીઓ માટે જિન્સ પહેરવું સામાન્ય બાબત માનવામાં આવે છે, પરંતુ એક દીકરીને જિન્સ પહેરવું જીવલેણ બની ગયું. જિન્સ પહેરવા ઉપર તેના કાકાએ તેની હત્યા કરી નાખી.

આ મામલો સામે આવ્યો છે ઉત્તર પ્રદેશના દેવારિયામાંથી. ત્યાંના રામપુર કારખાના પોલીસ સ્ટેશન વિસ્તારની ગંડક નદી ઉપર બનેલા પટનવા પુલ ઉપર 20 જુલાઈના રોજ એક નાબાલિક કિશોરીનું શબ લટકતું જોવા મળ્યું હતું. જેની ઓળખ પોલીસ દ્વારા કરી લેવામાં આવી છે. આ કિશોરી મહુવાડીહ પોલીસ સ્ટેશન ક્ષેત્રના સવરેજી ખરગ ગામની હતી.

ત્યારે આ બાબતે મૃતક કિશોરીની માટે 10 લોકો વિરુદ્ધ નામજોગ કેસ દાખલ કરાવ્યો છે. જેમાં મૃતકના દાદા, દાદી, 2 કાકા, 2 કાકી અને ગામના 4 અન્ય સહયોગીઓના નામ સામેલ છે. આરોપ છે કે ગત 19 જુલાઈના રોજ કિશોરીને વ્રત હતું અને બપોરે પૂજા કર્યા બાદ નવા કપડાં તેને પહેર્યા હતા. જેમાં તેને જીન્સ પહેર્યું હતું.

આ વાતને લઈને તેના પપ્પાએ નારાજગી વ્યક્ત કરી તો કિશોરી તેમની સાથે ઝઘડવા લાગી. જેના બાદ તેના કાકા અને કાકીએ કિશોરીને ખુબ જ માર માર્યો. જયારે કિશોરી બેભાન થઇ ગઈ ત્યારે ગામના 4 સહયોગીઓ સાથે તેને હોસ્પિટલમાં ભરતી કરવા માટે લઇ જવામાં આવી. પરંતુ રસ્તામાં જ કિશોરીનું મોત થઇ ગયું.

જેના બાદ તેના કાકાઓએ કિશોરીના શબને પટનવા નદી ઉપરથી ગંડક નદીની અંદર ફેંકવાનો પ્રયત્ન કર્યો. પરંતુ શબ પુલની એંગલ ઉપર જ લટકી ગયું. લાશની ઈલ્ક કરવાની સાથે 10 લોકો વિરુદ્ધ કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે. કિશોરીના પિતા અમરનાથ પાસવાન પંજાબના લુધિયાણામાં નોકરી કરે છે. માતા શંકુતલા દેવીએ જણાવ્યું કે 16 વર્ષની દીકરી નેહા થોડાં દિવસ પહેલાં જ લુધિયાણાથી ગામડે આવી હતી. તે શહેરની જેમ અહીં પણ જીન્સ પહેરતી હતી. જેને લઈને ઝઘડો થઇ ગયો હતો. અને કિશોરીએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો.

Niraj Patel