ઘરની બહાર નીકળેલા વ્યક્તિ ઉપર ગુસ્સે ભરાયો ખુંટીયો, પહેલા રોડ ઉપર પછાડ્યા અને પછી ઘસેડયાં, શોભાના ગાંઠિયાની જેમ જોતા રહ્યા લોકો, જુઓ વીડિયો

દુનિયાભરમાં પ્રાણીઓને પ્રેમ કરનારા ઘણા લોકો છે. પ્રાણીઓને પ્રેમ કરવો એ ખૂબ સારી બાબત છે. ઘણા લોકો પ્રાણી પ્રેમી પણ હોય છે. તેમને પ્રાણીઓનો ઉછેર અને સંભાળ લેવાનું પસંદ હોય છે. એવું માનવામાં આવે છે કે પ્રાણીઓ પણ પ્રેમની ભાષા સમજે છે. પરંતુ એક વાત તમારે હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ કે પ્રાણીઓ ખૂબ જ મૂડી હોય છે. તેમનો મૂડ ક્યારે બગડે છે તેની કોઈને ખબર નથી રહેતી. પ્રાણીઓના અચાનક બગડતા મૂડને લગતો એક વીડિયો આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ તેના ઘરના ગેટમાંથી બહાર આવી રહ્યો છે અને તેના હાથમાં બેગ છે. તે જ સમયે નજીકના ગેટ પર એક સ્કૂટી ઉભી છે. વીડિયોમાં એક ખુંટીયો ગેટની સામે જ રોડ પર ચુપચાપ ઊભો જોવા મળે છે. જ્યારે વ્યક્તિ ગેટની બહાર આવે છે, ત્યારે એવું લાગે છે કે ખૂંટિયા અને તે વ્યક્તિને કોઈ ફરક પડ્યો નથી. તે માણસ પણ ચુપચાપ તેની સ્કૂટી તરફ વળે છે. પણ પછી અચાનક ખૂંટિયાનો મૂડ બદલાઈ જાય છે અને પછી તે  માણસ પર હુમલો કરી દે છે.

જેવો વ્યક્તિ સ્કૂટી લેવા માટે ઉભો થાય છે, આખલો તેની તરફ આવે છે અને તેનો હાથ તેના શિંગડામાં ફસાવીને તેને જોરથી પછાડે છે. આ પછી ખુંટીયો તેને ખેંચીને રસ્તા પર દૂર લઈ જાય છે. આખલો અહીં અટકતો નથી, તે વ્યક્તિની ઉપર પર ચડીને તેને કચડી નાખે છે. એવું લાગે છે કે વ્યક્તિ માટે હવે બચવું મુશ્કેલ છે. જો કે આ સમય દરમિયાન ખુંટીયો પોતે પણ એક વખત પડી જાય છે. પરંતુ તે ફરીથી ઉઠે છે અને ફરીથી તે વ્યક્તિને તેના શિંગડા વડે ખેંચવાનો પ્રયાસ કરે છે. આ દરમિયાન ત્યાં દૂર ઉભેલા લોકો પણ આ તમાસો જુએ છે પરંતુ કોઈ બચાવવા માટે નજીક આવવાની હિંમત નથી કરતું.

આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જો કે આ ઘટના ક્યાં બની તે જાણી શકાયું નથી. લોકો પણ આ વીડિયોને મોટી સંખ્યામાં જોઈ રહ્યા છે. આ વીડિયોને 3 દિવસમાં 25 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. સાથે જ આ વીડિયોને 97 હજારથી વધુ લોકોએ લાઈક પણ કર્યો છે. તમને જણાવી દઈએ કે આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર discovery.engenharia નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે.

Niraj Patel