ઈરફાન ખાનના ફેન્સ જેની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા હતા તે ફિલ્મ ‘અંગ્રેજી મીડીયમ’નું ટ્રેલર આજે રિલીઝ કરી દેવામાં આવ્યું છે. આ આ ફિલ્મમાં ઇરફાન ખાન ફરી એક વાર તેનીએક્ટિંગનો જલવો દેખાડશે.
View this post on Instagram
આ ફિલ્મથી ઈરફાન ખાન કેન્સરનો ઈલાજ કરાવ્યા બાદ બોલીવુડમાં પરત ફરી રહ્યા છે. ફિલ્મના ટ્રેલરમાં જોઈ શકાય છે કે, ફરી એક વાર ઈરફાન ખાન તેની એકિંટગથી લોકોને જલવો દેખાડે છે.
View this post on Instagram
આ ફિલ્મમાં ઈરફાન ખાન એક એવા પિતાના રોલમાં છે જે તેની દીકરીને સારી તાલીમ આપવાની સાથે તેના સપના પુરા કરવા માટે કોઈ પણ હદ સુધી જવા માટે તૈયાર છે. ઈરફાનની દીકરીનો રોલ એક્ટ્રેસ રાધિકા મદાન નિભાવી રહી છે. ઈરફાન ખાન એક એવા શખ્સના રોલમાં જે આર્થિક રીતે એટલા બધા સધ્ધર નથી છતાં તેની દીકરીને સારી શિક્ષા આપવા માંગે છે.
View this post on Instagram
તો બીજી તરફ ઈરફાન ખાનની દીકરી લંડનમાં જઈને ભણવા માંગે છે, મીઠાઈની દુકાન ચલાવનાર ઈરફાન તેની દીકરીને લંડન મોકલવા માટે કંઈ કંઈ ત્રિકબ અપનાવે છે તે ફિલ્મમાં જોવા મળશે.
View this post on Instagram
આ ફિલ્મમાં ઈરફાન ખાન સિવાય રાધિકા મદન અને કરીના કપૂર ખાન લીડ રોલમાં જોવા મળશે. આ સિવાય આ ફિલ્મમાં પંકજ ત્રિપાઠી, દિપક ડોબ્રિયાલ, રણવીર શોરી, ડિમ્પલ કાપડિયા અને કિકુ શારદા પણ લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન હોમી અદજાનિયાએ કર્યું છે. આ ફિલ્મ 20 માર્ચના રિલીઝ કરવામાં આવશે.
View this post on Instagram
જણાવી દઈએ કે, આ ફિલ્મ ઈરફાન ખાનની સ્ટારર ફિલ્મ ‘ હિન્દી મીડીયમ’ની સિક્વલ છે. ‘હિન્દી મીડીયમ’ દર્શકોને બહુજ પસંદ આવી હતી.
View this post on Instagram
જુઓ ટ્રેલર.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.