આજનો સમયે સેલ્ફી અને ફોટો લેવાનો છે કેમ કે જ્યા પણ જુઓ ત્યાં સેલ્ફી કે ફોટો લેતા લોકો નજરમાં આવી જ જાય છે. તમે પણ સેલ્ફી લેતા હશો પણ આજે અમે તમને એક એવી છોકરી વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને ફોટો લેવાનો ખુબ જ શોખ છે. હવે તમે એવું વિચારી રહ્યા હશો કે એમાં તે વળી નવું શું છે?
એંજેલા નિકોલાઉ નામની આ 26 વર્ષની છોકરીને પોતાનો અલગ જ અને વિચિત્ર શોખ છે.તેને પોતાની ફોટો લેવાનો ખુબ જ શોખ છે પણ સૌથી ખાસ અને વિચિત્ર વાત એ છે કે એંજેલાને સામાન્ય ફોટો નહિ પણ ઊંચી ઊંચી ઇમારતો પર ચઢીને પોતાની તસવીરો લેવાનો ખુબ જ પસંદ છે.
એંજેલા દુનિયાની સૌથી ઊંચી-ઊંચી ઇમારતો પર ચઢીને તસ્વીરો લે છે.આવા પ્રકારના ફોટોશૂટને Rooftopping)રુફટોપિંગ કહે છે જેમાં આવી જ રીતે ઊંચી ઇમારતો પર ચઢીને તસ્વીરો લેવામાં આવ છે આજે આજના સમયમાં તે ખુબ ટ્રેન્ડ બની ગયું છે. જો કે આવા પ્રકારની તસ્વીર માટે પોતાના જીવને પણ જોખમમાં મુકવુ પડે છે અને અકસ્માત થાવાનો ખતરો પણ રહે છે. છતાં પણ એંજેલા પોતાના શોખને પૂરો કરી રહી છે.
View this post on Instagram
Do what you like no matter what ☘️ . Делай то, что нравится, несмотря ни на что ☘️
જો કે આવા પ્રકારના રુફટોપિંગમાં ઘણા લોકો પોતાનો જીવને ગુમાવી બેઠા છે. ઘણા ચઢી તો ગયા પણ ઇમારતો પરથી ઉતરી શક્યા ન હતા, અને નીચે પડવાને લીધે તેઓની મૃત્યુ પણ થયેલી છે. જો કે આવી તસ્વીરો એ પણ હિંમત આપે છે કે જો હોંસલો હોય તો કોઈપણ કામ મુશ્કિલ નથી.
એંજેલા રુસની રહેનારી છે અને મોટાભાગે ઇન્સ્ટાગ્રામ પર પોતાની આવી તસ્વીરો શેર કરતી રહે છે.તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની મોટાભાગની તસ્વીરોમાં તે બિલ્ડીંગ પર ફોટો લેતી જ જોવા મળી રહી છે. આ સિવાય એંજેલા સર્કસ સાથે પણ જોડાયેલી છે.
માટે તે આવા સ્ટંટ કરવાથી બિલકુલ પણ ગભરાતી નથી કે ના તો કોઈપણ જાતની બીક છે.એંજેલાના પિતા મોસ્કોની એક સર્કસમાં કામ કરતા હતા અને બાળપણથી જ તેમણે એંજેલાને આવા પ્રકારના કારનામા અને સ્ટંટ કરવા માટે તૈયાર કરી છે.
એંજેલાએ કહ્યું કે જયારે તેની દાદીને ખબર પડી કે તે આવા પ્રકારના ફોટો લે છે તો તે ખુબ જ ડરી ગઈ હતી.પણ પછી એંજેલાએ દાદીને કહી દીધું કે આ માત્ર એક ફોટોશોપ છે વાસ્તવિકમાં આવા પ્રકારની તસવીરો લીધી નથી.
એંજેલાએ કહ્યું કે તેને બાળપણથી જ ઊંચાઈ સાથે ખુબ જ પ્રેમ છે અને અને આવા પ્રકારની તસવીરો લેવી તેનો બાળપણનો જ શોખ રહ્યો છે.
એંજેલા ઊંચી ઊંચી ઇમારતો પર માત્ર તસ્વીરો જ લેતી પણ ત્યાં જઈને યોગા પણ કરે છે.એંજેલાનું કહેવું છે કે તે બાળપથી જ આવા સ્ટંટ કરે છે માટે તેના માટે કોઈ મોટી વાત નથી પણ તેણે અન્ય લોકોને અપીલ કરી છે કે તેઓ આવા પ્રકારના સ્ટંટ કરવાની કોશિશ ના કરે, કેમ કે તેનાથી ગંભીર અકસ્માતો થઇ શકે છે અને તેને લીધે ઇજા પણ થઇ છે કે છે કે પછી લોકોનો જીવ પણ જઈ શકે છે.
જુઓ એંજેલાનો વિડીયો…
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks