દુર્ઘટનામાં ખોઈ બેઠી હતી આ મહિલા પોતાનો એક પગ, આજે કરે છે એવો ડાન્સ કે લોકો તાળીઓ પાડતા થાકતા નથી

આપણા શરીરનું કોઈ અંગ ના હોય તો આપણને કેવો અનુભવ થાય ? ઘણા લોકો જન્મ જાત ખોડ ખાંપણ સાથે જન્મે છે તો ઘણા લોકો અકસ્માતનો ભોગ બની પોતાના શરીરના કિંમતી અંગ ગુમાવતા હોય છે. પરંતુ આવા લોકોમાં વિશેષ પ્રતિભા પણ હોય છે. ઘણા લોકો પોતાના શરીરના મહત્વના અંગ વગર પણ એવા કારનામા કરે છે તે જોઈને તેમને પણ સલામ કરવાનું મન ચોક્કસ થઇ જાય.

આવી જ એક મહિલાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જે એક પગ ઉપર ડાન્સ કરી અને લોકોનું દિલ જીતી રહી છે. આ મહિલાનું નામ Andreyna Hernandez છે અને તે મૂળ રૂપે વેનેઝુએલાની રહેવાસી છે. તેમનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

આ વાયરલ થઇ રહેલા વીડિયોની અંદર તે મહિલા પોતાના પાર્ટનર સાથે સાલસા ડાન્સ કરતી જોવા મળી રહી છ. જયારે લોકોએ તેમનો વીડિયો જોયો ત્યારે હેરાન રહી ગયા. કારણ કે એક પગ ઉપર આ મહિલા એટલો જબરદસ્ત ડાન્સ કરી રહી હતી કે આવા ડાન્સની કોઈએ કલ્પના પણ નહિ કરી હોય.

એક રિપોર્ટ અનુસાર વર્ષ 2016માં એક કાર અકસ્માતમાં તેનો એક પગ ચાલ્યો ગયો હતો. લગભગ બે વર્ષ પછી તેને ફરીથી ડાન્સ કરવાનું શરૂ કર્યું. આજે તે પોતાની ડાન્સ એકેડમી ચલાવે છે. આ મહિલા બે બાળકોની માતા પણ છે. જુઓ તેના જબરદસ્ત ડાન્સનો વીડિયો….

Niraj Patel