મા-બાપ સાથે થયો ઝઘડો તો રહસ્મય ગુફામાં 6 વર્ષ સુધી રહ્યો આ બાળક, જાણો કેમ ?

મા-બાપના ઠપકાથી ગુસ્સો થઇને 14 વર્ષના છોકરાએ બનાવી લીધુ અંડર ગ્રાઉંડ…

ઘણીવાર એવું થાય છે કે, જયારે બાળકો તેમના પેરેન્ટ્સથી ઝઘડ્યા બાદ ગુસ્સે થયા બાદ ઘર છોડીને જતા રહે છે અને પછી મામલો શાંત પડી જાય તો પાછા પણ આવી જતા હોય છે, પરંતુ આ વખતે કંઇક અલગ મામલો સામે આવ્યો છે, જયારે એક બાળક તેના પેરેન્ટ્સ સાથે ઘડ્યા બાદ એક ખાડામાં 6 વર્ષ રહ્યો.

માતા-પિતાના ઠપકા બાદ નાની ઉંમરમાં આ બાળકને કંઇક અલગ કરવાનું જૂનુન હતુ. 14 વર્ષની ઉમરે તેના ઘરના ગાર્ડનમાં ખોદણી શરૂ કરી અને હવે 6 વર્ષ બાદ આ બાળકની મહેનત રંગ લાવી. તેની પ્રતિભાના તો સૌ કોઇ કાયલ થઇ જશે. આ કહાની છે સ્પેનના આંદ્રેસ કૈંટોની. જયારે તેઓ 14 વર્ષના હતા ત્યારે માતા-પિતાએ તેને ટ્રેકસૂટ પહેરી પાસેના ગામમાં જવાની ના કહી હતી. તે બાદ કૈંટોની તેમના માતા-પિતા સાથે ચર્ચા થઇ ગઇ.

આ ઘટના બાદ કૈંટોએ ગુસ્સામાં આવીને દાદાના કુદાલથી ઘરના બગીચામાં ખોદકામ શરૂ કર્યુ. પ્રતિશોધમાં શરૂ થયેલ કામ જોતજોતામાં જ તેનું જૂનુન બની ગયુ. 6 વર્ષ બાદ 20 વર્ષના થઇ ચૂકેલ કૈંટો પાસે એક અંડરગ્રાઉંડ ગુફા ઘર છે. જેમાં કેટલાક પગલા નીચે ગયા બાદ તમને તેનું લિવિંગ અને બેડરૂમ જોવા મળશે.

પેશાથી એક અભિનેતા આંદ્રેસનું કહેવુ છે કે, તેને શરૂઆતમાં ખબર ન હતી કે તે સ્પેનના લા રોમાનાના કસ્બેમાં પેરેન્ટ્સથી થયેલ ગુસ્સામાં આટલુ મોટુ પગલુ ઉઠાવશે અને ખાડો ખોદવા વિશે વિચારતા વિચારતા તે એક રહેવા માટે ગુફા બનાવી લેશે. સ્કૂલ બાદ જયારે પણ સાંજે સમય મળતો ત્યારે અને સપ્તાહમાં કેટલાક દિવસો સુધી તે ખોદકામ કરતો હતો.

આંદ્રેસના મિત્ર એંડૂએ એક ડ્રિલ મશીન લાવ્યુ અને પછી આ પ્રોજેક્ટમાં જોડાઇ ગયા. આંદ્રેસ તેના મિત્ર સાથે મળીને માતા-પિતાના બગીચામાં લગભગ 10 ફૂટ જમીનમાં ખોદકામ કરી લીધુ. એક સપ્તાહમાં લગભગ 14 કલાક સુધી સમય વીતાવી આ કામને પૂરુ કર્યુ. ડોલથી માટીને બહાર નીકાળતા રહ્યા અને પછી ગુફા બનાવવાની યોજના વિશે વાંચી કામ કરતા રહ્યા.

જયારે તેણે અંદર રૂમને આકાર આપવાનુ શરૂ કર્યુ ત્યારે તેણે બધા રૂમના અંટ્રેસને આર્ચ શેપ આપવાનો નિર્ણય કર્યો. છતને ઘસાવાથી રોકવા માટે પિલર્સનો ઉપયોગ કર્યો. તેની માનીએ તો, આ પૂરા નિર્માણ કાર્યમાં તેને લગભગ 43 પોન્ડ એટલે કે, માત્ર 50 યુરો ખર્ચ કર્યો. આંદ્રેસના આ બે રૂમવાળા ગુફાઘરમાં હીટિંગ અને મ્યુઝિક સિસ્ટમ સાથે વાઇફાઇની સુવિધા ઉપલબ્ધ છે. પરંતુ તે હજી તેને વધુ સારુ બનાવવા ઇચ્છે છે.

આંદ્રેસની માનીએ તો, આ નિર્માણથી તેના માતા-પિતાને કોઇ ફરિયાદ નથી. લોકલ ઓથોરિટી તેની તપાસ માટે જરૂર આવ્યા હતા, જે તેને બેઝમેન્ટ જણાવી કાનૂની સ્ટ્રક્ચર પર મોહર લગાવી ચાલ્યા ગયા.

Shah Jina