ખબર

મહિલાનો થઇ ગયો હતો અંતિમ સંસ્કાર 15 દિવસ પછી પરત આવી ત્યારે પરિવારના સભ્યો ચોંક્યા, જાણો આ બધું કેવી રીતે થયું?

કોવિડ 19થી સંક્રમિત એક મહિલાના આંધ્રપ્રદેશના કૃષ્ણા જિલ્લામાં નિધન પછી અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. પરંતુ 15 દિવસ પછી જ્યારે તે મહિલા પાછી આવી અને કુટુંબના સભ્યોની સામે ઉભી થઈ ત્યારે બધા આશ્ચર્ય થઇ ગયા હતા.

ગિરિજમ્માને 12 મેના રોજ વિજયવાડાની સરકારી જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ગત 15 મેના રોજ પરિવારના સભ્યોને હોસ્પિટલમાંથી ગિરીજમ્માના મોત અંગે માહિતી આપવામાં આવી હતી. મૃતદેહને લાવ્યા બાદ પરિવારના સભ્યોએ અંતિમ સંસ્કાર કર્યા હતા કોવિડના ડરથી ચહેરો પણ જોયો હતો નહિ.

અંતિમ વિધિના 15 દિવસ પછી ઘરે પરત ફરી હતી મહિલા. જગ્ગીયાપટ્ટા ગામમાં રહેતા 75 વર્ષિય મુથૈલા ગિરિજમ્માને કોવિડ -19 ચેપ લાગ્યો હતો. ગિરિજમ્માને 12 મેના રોજ વિજયવાડાની સરકારી જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગત 15 મેના રોજ ગિરીજમ્માના મોત અંગે પરિવારજનોને હોસ્પિટલમાંથી જાણ કરવામાં આવી હતી.

ગિરિજમ્માના પરિવારજનોનું કહેવું છે કે ફરજ પરના ડોકરે મહિલાના મૃતદેહને મોર્ચરી માંથી મહિલાનું શવ લેવાનું કહ્યું. આ પછી, પરિવારે મૃતદેહને ત્યાંથી ગામમાં લાવ્યા ને તે જ દિવસે કોવિડ સિક્યુરિટી પ્રોટોકોલ મુજબ અંતિમ સંસ્કાર કર્યા.

કોરોનાના ડરને લીધે, ગિરિજમ્માની લાશ જે રીતે મળી હતી તે જ રીતે જોયા વગર અંતિમ સંસ્કાર કર્યા હતા. ગિરિજમ્માનો પુત્ર રમેશ પણ ૨૩ મેના રોજ કોરોનાથી અવસાન પામ્યો હતો. પરિવારના સભ્યોએ આ બંને માટે પ્રાર્થના સભા પણ ગોઠવી હતી.

2 જૂને જ્યારે ઘરના દરવાજે ગિરિજમ્મા સ્વસ્થ ઉભા રહેતા જોઈ બધાને આશ્ચર્ય થયું હતું. ગિરીજમ્માના પતિ, પુત્ર અને અન્ય ગામલોકોને ખ્યાલ આવ્યો કે તેઓએ બીજી મહિલાના મૃતદેહનો અંતિમ સંસ્કાર કર્યો છે.

આ બધાથી અજાણ, ગિરીજમ્માએ પરિવારના તમામ સભ્યોને ફરિયાદ કરવાનું શરૂ કર્યું કે આટલા દિવસોથી હોસ્પિટલમાં કોઈએ પણ તેની સંભાળ લેવાની જરૂરિયાત અનુભવી નથી. ગિરિજમ્માએ એ પણ જણાવ્યું હતું કે તેઓ કોવિડથી સાજા થતાં દરેક જરૂરિયાતમંદને એકલા ઘરે પહોંચવા માટે રૂ.3000ના ફંડની સહાય કરવામાં આવે છે જે કોરોનથી દર્દી સજા થયા હોય છે.