ખબર

અમેરિકામાં વધુ એક ભારતીય યુવકની હત્યા ! ગેસ સ્ટેશન પર કરતો હતો કામ 24 વર્ષનો યુવક….જાણો સમગ્ર મામલો

USમાં ભણવા ગયેલો ભારતીય વિદ્યાર્થીની માસ્ટર ડિગ્રી પૂરી થવામાં બાકી હતી 10 દિવસ, ત્યારે જ ગોળી ઠોકીને હત્યા કરી નાખી, જાણો સમગ્ર મામલો

છેલ્લા ઘણા સમયથી વિદેશમાંથી ગુજરાતીઓ કે ભારતીયોની મોતની ઘટના સામે આવી રહી છે. ત્યારે હાલમાં અમેરિકામાં માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કરવા માટે ગયેલા આંધ્રપ્રદેશના 24 વર્ષના વિદ્યાર્થીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યુ છે. પોલીસના જણાવ્યા અનુસાર, વિદ્યાર્થીને અમેરિકાના ઓહિયોમાં ફ્યુઅલ સ્ટેશન પર ગોળી વાગતાં ઈજા થઈ હતી, અહીં તે કામ કરતો હતો.

વિદ્યાર્થીની ઓળખ સાઈશ વીરા તરીકે થઈ છે અને આ ઘટના કોલંબસ ડિવિઝનમાં ગુરુવારે બની હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સાઇશ વીરા આંધ્રપ્રદેશનો રહેવાસી હતો. 20 એપ્રિલ 2023ના રોજ 12:50 વાગ્યે કોલંબસ પોલીસ અધિકારીઓને ડબ્લ્યુ.બ્રોડ સેન્ટના 1000 બ્લોકમાં કથિત ગોળીબારનો અહેવાલ મળ્યો. જો કે, ત્યાં પહોંચતા સાઇશ વીરા ઘાયલ હાલતમાં મળી આવ્યો હતો. તેને કોલંબસ ફાયર સર્વિસના કર્મચારીઓ સ્થાનિક હોસ્પિટલ લઈ ગયા.

જો કે, ત્યાં બચાવવાનો પ્રયાસ કરવા છત્તાં પણ સાઇશને બચાવી શકાયો નહોતો. પોલિસે જણાવ્યું હતું કે ઘટનાની તપાસ ચાલુ છે અને પરિવારને જાણ કરવામાં આવી છે. કોલંબસ ડિવિઝન પોલીસે સીસીટીવી કેમેરામાં કેદ થયેલા શંકાસ્પદ વ્યક્તિની તસવીર પણ શેર કરી છે. સાઇશ વીરા યુએસમાં માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કરી રહ્યો હતો અને તે H-1B વિઝા પર યુએસ ગયો હતો. સાઇશ વીરા તેના પરિવારમાં પહેલો હતો જે અમેરિકા ગયો હતો.

આ મામલે પોલીસ અધિકારીએ કહ્યું- અમે આરોપીને શોધી રહ્યા છીએ. અમે સ્થળ પર લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે તેને શોધી રહ્યા છીએ. હાલમાં અમારી પાસે તેના વિશે કોઈ માહિતી નથી. સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે આરોપીનો ફોટો પણ જાહેર કર્યો છે.