જો ભારતમાં આ 5 વસ્તુની શોધ ન થઈ હોત તો આજે વિશ્વનું ચિત્ર બીજુ હોત

ભારત હંમેશાથી જ્ઞાન ક્ષેત્રે અગ્રણી દેશ રહ્યો છે. આજે આખું વિશ્વ ભારતના જ્ઞાનને સલામ કરે છે, પણ આપણે ભારતીયો આપણા દેશને વિશ્વની પાછળ જ ગણતા આવ્યા છીએ. ભારત વિના, ન તો ધર્મની કલ્પના કરી શકાય છે અને ન વિજ્ઞાનની, પછી ભલે તે શૂન્યની શોધ હોય કે દશાંશ, ભારતીય વૈજ્ઞાનિકોએ અનાદિકાળથી વિશ્વને કંઈકને કઈક આપ્યું છે. આજે અમે તમને કેટલીક એવી ભારતીય શોધ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેનો ઉપયોગ સમગ્ર વિશ્વમાં થઈ રહ્યો છે.

અસ્ત્ર શસ્ત્ર:
ભારતના પ્રાચીન શાસ્ત્રોમાં તે હથિયારોનું લાંબા સમયથી વર્ણન કરવામાં આવ્યું છે. જેની ટેકનોલોજી પર આજે મોટી મિસાઇલો અને પરમાણુ બોમ્બ બનાવવામાં આવી રહ્યા છે. મહાભારતના યુદ્ધમાં, ઘણા વિનાશક હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આપણા ધર્મમાં જે આગ્નેય અસ્ત્રોની જેમ કે, વરૂણાસ્ત્ર,પાશુપતાસ્ત્ર,સરપાસ્ત્ર અને બ્રહ્માસ્ત્ર વગેરેનું વર્ણન મળે છે. તમને જણાવી દઈએ કે તે આજના યૂગમાં બંદૂકોસ મશીનગન, અણુ બોમ્બ અને ઝેરી ગેસ તરીકે ઓળખવામાં આવે છે. આધુનિક સમયગાળામાં, અણુ બોમ્બના પિતા રોબર્ટ ઓપેનહાઇમરે ગીતા અને મહાભારતનો ઉંડાણપૂર્વક અભ્યાસ કર્યો હતો.

પ્લાસ્ટિક સર્જરી:
પ્લાસ્ટિક સર્જરીની શોધે વિશ્વમાં ક્રાંતિ કરી છે. પશ્ચિમના લોકોના મતે, પ્લાસ્ટિક સર્જરી એ આધુનિક વિજ્ઞાનની ભેટ છે, પરંતુ શું તમે જાણો છો કે 1000 ઈસામાં જ મહર્ષિ સુશ્રુતે તેમના સમયના ડોકટરો સાથે મળીને અંગોનું પ્રત્યારોપણ કરવાનો, પથરીની સારવાર કરવાનો અને પ્લાસ્ટિક સર્જરી દ્વારા દર્દીને સ્વસ્થ બનાવવાની ટેકનિક શોધી હતી. સુશ્રુતને ભારતના પ્રથમ સર્જન માનવામાં આવે છે. જેમના અંગો યુદ્ધ અથવા કુદરતી આફતોમાં ક્ષતિગ્રસ્ત થયા હતા, સુશ્રુત તેમને સુધારવા માટે કામ કરતા હતા.

શૂન્ય અને દશાંશ:
આપણા ભારતીય ઋષિમુનિઓ અને વૈજ્ઞાનિકોએ કેટલીક એવી શોધ કરી છે, જેના આધારે આજનું આધુનિક વિજ્ઞાન અને વિશ્વનો ચહેરો બદલાઈ ગયો છે. શું તમે જાણો છો કે ભારતમાં શૂન્ય અને દશાંશની શોધ થઈ હતી. મહાન ભારતીય ગણિતશાસ્ત્રી આર્યભટ્ટે શૂન્ય અને દશાંશની શોધ કરી હતી. યુરોપિયન દેશોને આ અંક પદ્ધતિનું જ્ઞાન આરબ દેશમાંથી મળ્યું, જ્યારે આરબ દેશને આ જ્ઞાન ભારત પાસેથી લીધુ હતુ. વિચારો કે જો 0 ન હોત, તો શું આપણે આજે ગણિતની કલ્પના પણ કરી શકીએ, જો દશાંશ ન હોત તો શું થયું હોત.

રેડિયો:
આમ તો રેડિયોની શોધ ગુલ્યેલ્મો માર્કોનીએ કરી હતી તેવુ માનવામાં આવે છે, અને આ માટે તેમને 1909 મા વાયરલેસ ટેલિગ્રાફ માટે નોબેલ પુરસ્કાર પણ મળ્યો હતો. પરંતુ તમે કદાચ નહીં જાણતા હોવ કે આના લગભગ 14 વર્ષ પહેલા ભારતીય વૈજ્ઞાનિક સર જગદીશ ચંદ્ર બોઝે 1895 માં જ તેની શોધ કરી હતી. તે સમયે ભારત ગુલામ દેશ હતો અને તેથી જગદીશ ચંદ્રને વધારે મહત્વ આપવામાં આવ્યું ન હતું. બ્રિટીશ સમયગાળા દરમિયાન, માર્કોનીને જગદીશ ચંદ્રની લાલ ડાયરીની નોંધો મળી, જેના આધારે તેમણે રેડિયોની શોધ કરી.

વિમાન:
આપણે બધા જાણીએ છીએ કે આધુનિક વિમાનની શોધ રાઈટ બંધુઓએ કરી હતી, પરંતુ તમે કદાચ જાણતા ન હશો કે મહર્ષિ ભારદ્વાજે તેમના હજારો વર્ષો પહેલા વિમાન શાસ્ત્ર લખ્યું હતું. જેમાં વિમાન બનાવવાની ટેકનિકનું વર્ણન જોવા મળે છે. આ શાસ્ત્રમાં અનેક પ્રકારના વિમાનોનું વર્ણન કરવામાં આવ્યું છે, એટલું જ નહીં, તે હવાઈ યુદ્ધ વિશે પણ લખવામાં આવ્યું છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે વિમાનોની શોધ થઈ ચૂકી હતી અને તેનુ જન્મદાતા ભારત હતુ.

Niraj Patel